Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉચ્છલ ત્રણ રસ્તા પાસે પુરઝડપે ટેમ્પો લઈ આવતો ઈસમ ઝડપાતા પોલીસ કાર્યવાહી

  • May 19, 2021 

ઉચ્છલનાં ત્રણ રસ્તા પાસેથી પુરઝડપે ટેમ્પો લઈ આવતા ટેમ્પો ચાલકને ઝડપી પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

મળતી માહિતી મુજબ, ઉચ્છલ પોલીસ સ્ટાફના માણસો મંગળવારે ત્રણ રસ્તા પાસે વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન ઉચ્છલ-નિઝર જાહેર રોડ ઉપરથી એક ટાટા મેજીક ટેમ્પો નંબર જીજે/26/ટી/5387નો ચાલક અરવિંદભાઈ સુરપાભાઈ ગામીત રહે.વડપાડાભીંત ગામ, ઉચ્છલનાએ પોતાના કબ્જાનો ટેમ્પો પુરઝડપે અને ગફલતભરી રીતે પોતાની તથા રાહદારીઓની જાન જોખમાય એ રીતે લઈ આવતા વાહન ચેકીંગમાં ઝડપાઈ ગયા હતા.

 

 

 

બનાવમાં પોલીસ કોન્સ્ટેબલ દાનુભાઈની ફરિયાદના આધારે અરવિંદ ગામીત વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. (મનિષા સુર્યવંશી દ્વારા વ્યારા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application