Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પાટીબંધારા ગામે ખુલ્લી જગ્યામાં જુગાર રમાડતો શખ્સ ઝડપાતા પોલીસ કાર્યવાહી

  • June 24, 2021 

ઉચ્છલ તાલુકાના પાટીબંધારા ગામમાં મુંબઈથી નીકળતા વરલી મટકાનો જુગાર રમાડતા એક ઈસમને ઝડપી પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

 

મળતી માહિતી મુજબ, ઉચ્છલ પોલીસ સ્ટાફના માણસો ખાનગી વાહનમાં બેસી બુધવારે બપોરે પ્રોહી. જુગાર અંગેની રેઈડમાં નીકળેલ હતા. તે દરમિયાન મળેલ ખાનગી બાતમીના આધારે, પોલીસે પાટીબંધારા ગામના, ટાંકી ફળિયામાં ચાલતા વરલી મટકા જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડ્યા હતા. તે સમય દરમિયાન સ્થળ પરથી કિશનભાઈ હુરાભાઈ ગામીત જે મુંબઈથી નીકળતા વરલી મટકાના આંક પર હારજીતનો જુગાર રમાડતા પોલીસ રેઈડમાં ઝડપાઈ ગયા હતા. પકડાયેલ ઈસમ પાસેથી પોલીસે જુગારના સાધનો સહિત રોકડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કિશન ગામીત વિરુધ્ધ ઉચ્છલ પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી ધરવામાં આવી હતી. (મનિષા સુર્યવંશી દ્વારા વ્યારા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application