Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કરોડ ગામે ખુલ્લી જગ્યામાં જુગાર રમાડતા ઈસમ સામે ગુનો દાખલ

  • June 25, 2021 

ઉચ્છલ તાલુકાના કરોડ ગામમાં મુંબઈથી નીકળતા વરલી મટકાનો જુગાર રમાડતા એક ઈસમને ઝડપી પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

 

મળતી માહિતી મુજબ, ઉચ્છલ પોલીસ સ્ટાફના માણસો ખાનગી વાહનમાં બેસી ગુરુવારે બપોરે 2 વાગ્યાના સમયે પ્રોહી. જુગાર અંગેની રેઈડમાં નીકળેલ હતા. તે દરમિયાન મળેલ ખાનગી બાતમીના આધારે, પોલીસે કરોડ ગામના, પારશી ફળિયામાં ચાલતા વરલી મટકા જુગારના અડ્ડા પર દરોડા પાડ્યા હતા. તે સમય દરમિયાન સ્થળ પરથી ભોલેનાથભાઈ જેમુભાઈ વસાવા જે મુંબઈથી નીકળતા વરલી મટકાના આંક પર હારજીતનો જુગાર રમાડતા પોલીસ રેઈડમાં ઝડપાઈ ગયા હતા. પોલીસે પકડાયેલ ઈસમ પાસેથી જુગારના સાધનો સહિત રોકડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ભોલેનાથ વસાવા વિરુધ્ધ ઉચ્છલ પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી ધરવામાં આવી હતી. (મનિષા સુર્યવંશી દ્વારા વ્યારા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application