Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉચ્છલનાં સુંદરપુર અને ભડભૂંજા ગામમાંથી દેશી દારૂનાં મુદ્દામાલ સાથે બે મહિલા ઝડપાતા પોલીસ કાર્યવાહી

  • May 22, 2021 

ઉચ્છલના સુંદરપુર અને ભડભુંજા ગામમાંથી દેશી દારૂના મુદ્દામાલ સાથે બે મહિલાઓને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

 

 

 

 

મળતી માહિતી મુજબ, ઉચ્છલ પોલીસ સ્ટાફના માણસો ખાનગી વાહનમાં બેસી પ્રોહી. ગુન્હા અંગેની રેડમાં નીકળેલ હતા. તે દરમિયાન મળેલ ખાનગી બાતમીના આધારે, સુંદરપુર ગામનાં કોંકણી ફળિયામાં રહેતી વશીબેન ધિરસિંગભાઈ ગાવીત અને ભડભૂંજા ગામનાં સ્ટેશન ફળિયામાં સુરેખાબેન સેવજીભાઈ ગામીત જે બંને મહિલાઓએ પોતાના ઘરની પજારીના ભાગે પ્લાસ્ટીકના કેનમાં વગર પાસ પરમિટે સંતાડી મુકેલ દેશી દારૂનાં મુદ્દામાલ સાથે પોલીસ રેઈડમાં ઝડપાઈ ગઈ હતી. બનાવમાં પોલીસ કોન્સ્ટેબલની ફરિયાદના આધારે બંને મહિલાઓ વિરુદ્ધ ઉચ્છલ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. (મનિષા સુર્યવંશી દ્વારા વ્યારા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application