ડોલવણ પોલીસ સ્ટાફના માણસો જુદા-જુદા વિસ્તારમાં વાહન ચેકીંગમાં હતા, તે દરમિયાન જાહેરમાં મોઢે માસ્ક પહેર્યા વગર બાઈક પર આવતા જતા જાહેરનામાનો ભંગ કરી પોતાની તથા લોકોની જિંદગી જોખમાય એવું વર્તન કરતા 2 ઈસમો પોલીસ પેટ્રોલીંગમાં ઝડપાઈ ગયા હતા.
ડોલવણ તાલુકામાં જાહેરનામાનો ભંગ કરતા 2 ઈસમો જેમાં પહેલો, પદમડુંગરી ગામ પાસેના બ્રીજ પાસે જાહેર રોડ ઉપરથી બાઈક પર ત્રણ સવારી લઈ આવતો અને મોઢે માસ્ક પહેર્યા વગર, કીર્તન સતિષ ચૌધરી રહે.ચુનાવાડી ગામ અને બીજો, બેડચીત ગામનાં ત્રણ રસ્તા પાસેના જાહેર રોડ ઉપરથી મોઢે માસ્ક પહેર્યા વગર બાઈક લઈ આવતા, સતિશ નાથુ ચૌધરી રહે.બેડચીતના બંને કસુરવાર વિરુદ્ધ જાહેરનામનો ભંગ કરવા બદલ ડોલવણ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. (મનિષા સુર્યવંશી દ્વારા વ્યારા)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500