Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભડભૂંજા ગામ પાસેથી વિદેશી દારૂની બોટલો સાથે એક યુવક ઝડપાતા પોલીસ કાર્યવાહી

  • June 26, 2021 

ઉચ્છલનાં ભડભૂંજા પાસેથી એક યુવક વિદેશી દારૂની 96 બોટલ સાથે ઝડપાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

 

મળતી માહિતી મુજબ, ઉચ્છલ પોલીસ સ્ટાફના માણસો બપોરે ખાનગી વાહનમાં બેસી પ્રોહી. ગુન્હા અંગેના પેટ્રોલીગમાં નીકળ્યા હતા. તે દરમિયાન મળેલ ખાનગી બાતમીના આધારે, ભડભૂંજા ગામનાં લોન્જ ફળીયાથી નદી ફળિયા તરફ જતા રસ્તા ઉપર એક યુવક ભારતીય બનાવટનો વિદેશી દારૂ સાથે આવનાર છે જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળી એકટીવા નંબર જીજે/19/એપી/2009ને આવતા જોઈ તેને અટકાવી બાઈક ચાલકનું નામ પૂછતા યુવકે પોતાનું નામ મનિષભાઈ દિલિપભાઈ ગામીત રહે.ભડભૂંજા ગામ, નદી ફળિયું, ઉચ્છલ નાનો હોવાનું જણાવ્યું હતું.

 

 

 

 

પોલીસે તપાસ કરતા બાઈકના આગળના ભાગે મૂકી રાખેલ એક સફેદ કલરના કોથળામાંથી વિદેશી દારૂની 96 બોટલો મળી આવી હતી. બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ આનંદભાઈની ફરિયાદના આધારે દારૂ અને બાઇક સહિતનો મુદ્દામાલ કબ્જે કરી બાઇક ચાલક મનિષ ગામીત વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. (મનિષા સુર્યવંશી દ્વારા વ્યારા)

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application