Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સાકરદા બ્રીજ નીચેથી બાઈક ઉપર દારૂની હેરાફેરી કરતો યુવક ઝડપાતા પોલીસ કાર્યવાહી

  • May 29, 2021 

ઉચ્છલનાં સાકરદા બ્રીજ નીચેથી બાઈક ઉપર વિદેશી દારૂની હેરાફેરી કરતો એક યુવકને ઝડપી પાડી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

મળતી માહિતી મુજબ, ઉચ્છલ પોલીસ સ્ટાફના માણસો સાકરદા બ્રીજ નીચે વાહનમાં ચેકીંગમાં હતા. તે દરમિયાન એક મોટરસાઈકલ નંબર જીજે/19/7851ને ઝડપી પાડી તપાસ કરતાં બાઈક ચાલક હેમરાજભાઈ રામદેવભાઈ ગુજ્જરના કબજામાંથી વગર પાસ પરમીટે બાઈકની પાછળ એક વિમલના કાપડના થેલામાં મુકેલ વિદેશી દારૂની 120 બોટલો પોલીસ તપાસમાં મળી આવી હતી જેની કીંમત રૂપિયા 7200/- અને બાઈક મળી કુલ રૂપિયા 22,200/-નો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ પંકજભાઈની ફરિયાદના આધારે હેમરાજ ગુજ્જર વિરુધ્ધ ઉચ્છલ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. (મનિષા સુર્યવંશી દ્વારા વ્યારા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application