Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવલપુર ગામમાંથી દેશી દારૂનાં મુદ્દામાલ સાથે એક મહિલા ઝડપાતા પોલીસ કાર્યવાહી

  • May 17, 2021 

નિઝરનાં નવલપુર ગામમાંથી દેશી દારૂનાં મુદ્દામાલ સાથે એક મહિલાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

મળતી માહિતી મુજબ, નિઝર પોલિસ સ્ટાફના માણસો ખાનગી વાનાહમાં બેસી પ્રોહી. ગુન્હા અંગેની રેડમાં નીકળેલ હતા. તે દરમિયાન મળેલ બાતમીના આધારે, નવલપુર ગામમાં રહેતી સવિતાબેન પ્રદીપભાઈ વળવીએ વગર પાસ પરમિટે પોતાના ઘરની પજારીના ભાગે પ્લાસ્ટિકની કેનમાં સંતાડી મુકેલ દેશી દારૂનાં મુદ્દામાલ સાથે પોલીસ રેડમાં મહિલા ઝડપાઈ ગયા હતા. બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈની ફરિયાદના આધારે મહિલા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. (મનિષા સુર્યવંશી દ્વારા વ્યારા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application