સમગ્ર તાપી જીલ્લામાં કોરોનાનાની મહામારીને ધ્યાનમાં રાખતા સરકાર દ્વારા જાહેરનામું પ્રસિદ્દ કરવામાં આવ્યું છે. તેમછતાં લોકો બિન્દાસ પને જાહેરમાં તથા ભીડભાડ વાળી જગ્યા પર ફરી રહ્યા છે. ત્યારે વ્યારા પોલીસ સ્ટાફના માણસો સોમવારે ખાનગી વાહનમાં બેસી જુદા-જુદા વિસ્તારમાં પેટ્રોલીંગમાં નીકળ્યા હતા, તે દરમિયાન જાહેરમાં મોઢે માસ્ક પહેર્યા વગર અને લોકો વચ્ચે સેફ ડીસ્ટન્સ રાખ્યા વગર પોતાની તથા લોકોની જિંદગી જોખમાય એવું વર્તન કરતા પોલીસ પેટ્રોલીંગમાં 6 લોકો ઝડપાઈ ગયા હતા.
6 લોકો સામે કરાયેલ પોલીસ કાર્યવાહી.........
વ્યારાના જુના બસ સ્ટેશન પાસે જાહેરમાં મોઢે માસ્ક પહેર્યા વગર અને લોકો વચ્ચે સેફ ડીસ્ટન્સ રાખ્યા વગર, લીબીસ જશવંત કોટવાળીયા રહે.વાઝરડા ગામ,
વ્યારાના સુરતી બજારના ત્રણ રસ્તા પાસે જાહેરમાં મોઢે માસ્ક પહેર્યા વગર અને ગ્રાહકો વચ્ચે સેફ ડીસ્ટન્સ રાખ્યા વગર, મયુર જનક ગામીત રહે.ચોરવાડ ગામ,
વ્યારાના ઉનાઈ નાકા પાસે જાહેરમાં મોઢે માસ્ક પહેર્યા વગર, અવિનાશ ગોવિંદ વેકરીયા રહે.વેલ્દા ગામ અને પ્રવિણ જગદીશ ગામીત રહે.કસવાવ ગામ,
વ્યારાના સયાજી સર્કલ પાસે મોઢે માસ્ક પહેર્યા વગર અને સેફ ડીસ્ટન્સ રાખ્યા વગર ઉભો રહેતો, વિશાલ ધનસુખ રાઠોડ રહે. રાણીઆંબા ગામ,
વ્યારાના તળાવ રોડ ઉપર જાહેરમાં બાઈક પર મોઢે માસ્ક પહેર્યા વગર, સુરેશ સુમા ગામીત રહે.સરકુવા ગામના ઓને ઝડપી પાડી વ્યારા પોલીસે તમામ કસુરવાર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. (મનિષા સુર્યવંશી દ્વારા વ્યારા)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500