નિઝર પોલીસ સ્ટાફના માણસો ગુરુવારે પેટ્રોલીંગમાં નીકળ્યા હતા, તે દરમિયાન જાહેરમાં ગ્રાહકોને સોશીયલ ડીસ્ટન્સમાં ઉભા રહેવા માટે જરૂરી કુંડળા નહિ પાડી તેમજ પોતાની દુકાનમાં સેનેટાઈઝરની પણ વ્યવસ્થા ન રાખી તથા દુકાનમાં ગ્રાહકોની ભીડ ભેગી કરી જીલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરતા 2 ઈસમો પોલીસ પેટ્રોલીંગમાં ઝડપાઈ ગયા હતા.
જાહેરનામાંનો ભંગ કરનાર 2 ઈસમો.........
1. નિઝર બજારમાં આવેલ એક દુકાનની સામે ગ્રાહકોને ઉભા રહેવા માટે જરૂરી કુંડળા નહિ પાડી તેમજ ગ્રાહકોની ભીડ ભેગી કરી તેમજ પોતાની દુકાનમાં સેનેટાઈઝર પણ વ્યવસ્થા ન રાખતો, વિશ્વાસ સુનીલ પાડવી રહે.નિઝર,
2. ઈંટવાઈ ગામનાં બસ સ્ટેશન પાસેથી મોઢે માસ્ક પહેર્યા વગર અને લોકો વચ્ચે ઉભા રહી પોતાની તથા બીજાની જિંદગી જોખમાય એવું બેદરકારી ભર્યું વર્તન કરતો, અમરસિંગ વિજયસિંગ પાડવી રહે. ઈંટવાઈ ગામ, આમ બંને ઈસમોને ઝડપી પાડી નિઝર પોલીસે જીલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરવા બદલ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. (મનિષા સુર્યવંશી દ્વારા વ્યારા)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500