ઉચ્છલનાં ત્રણ રસ્તા પાસેથી જાહેરનામાનો ભંગ કરનાર 2 ઈસમો સામે પોલીસ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર, ઉચ્છલ પોલીસ સ્ટાફના માણસો ખાનગી વાહનમાં બેસી શુક્રવારે પેટ્રોલીંગમાં નીકળ્યા હતા. તે દરમિયાન ઉચ્છલનાં ત્રણ રસ્તા પાસે, નિઝર તરફથી એક મહિન્દ્રા કંપનીની ઓટો રીક્ષા નંબર જીજે/26/ડબ્લ્યુ/1238નો ચાલક વિપુલભાઈ નહેરુભાઈ કુંવર રહે.માંજરી ગામ, તા.સાંકરી જિ.ધુલિયા અને ઉચ્છલ માર્કેટ તરફથી આવતી એક છકડો રીક્ષા નંબર જીજે/07/વાયવાય/9683નો ચાલક અરવિંદભાઈ દિનેશભાઈ વસાવા રહે.કરોડ ગામ ઉચ્છલ, આમ બંને ઈસમોએ પોતાની તથા પેસેંજર વચ્ચે કોઈપણ પ્રકારનું સેફ ડીસટન્સ રાખ્યા વગર તેમજ પોતે મોઢે માસ્ક પહેર્યા વગર જાહેરનામાનો ભંગ કરતા પોલીસ પેટ્રોલીગમાં ઝડપાઈ ગયો હતો. બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલની ફરિયાદના આધારે બંને ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. (મનિષા સુર્યવંશી દ્વારા વ્યારા)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application