Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારામાં જાહેરનામનો ભંગ કરનારા 19 લોકો સામે પોલીસ કાર્યવાહી

  • May 25, 2021 

સમગ્ર તાપી જિલ્લામાં કોરોનાનાની મહામારીને ધ્યાનમાં રાખતા સરકાર દ્વારા જાહેરનામું પ્રસિદ્દ  કરવામાં આવ્યું છે. તેમછતાં લોકો ગંભીર થવા વગર બિન્દાસ પને જાહેરમાં તથા ભીડભાડ વાળી જગ્યા પર ફરી રહ્યા છે. ત્યારે વ્યારા પોલીસ સ્ટાફના માણસો શનિવાર, રવિવાર અને સોમવાર ખાનગી વાહનમાં બેસી જુદા-જુદા વિસ્તારમાં પેટ્રોલીંગમાં નીકળ્યા હતા, તે દરમિયાન જાહેરમાં મોઢે માસ્ક પહેર્યા વગર અને સેફ ડીસ્ટન્સ રાખ્યા વગર જાહેરનામનો ભંગ કરતા પોલીસ પેટ્રોલીંગમાં 19 લોકો ઝડપાઈ ગયા હતા.

 

 

 

 

 

જાહેરનામનો ભંગ કરનાર 19 લોકો સામે કરાયેલ પોલીસ કાર્યવાહી.....

વ્યારાના તળાવ રોડ ઉપર જાહેરમાં માસ્ક પહેર્યા ફરતો, તાલીફશા મુસાશા ફકીર રહે.મગદુમનગર,વ્યારા,

 

 

વિજયભાઈના પેટ્રોલ પંપની સામેના રોડ ઉપરથી આઈસ્ક્રીમની છોટા હાથી ઉપર મોઢે માસ્ક પહેર્યા માસ્ક વગર, ભાગચંદ છગનાજી તેલી રહે.વૃંદાવન સોસાયટી,વ્યારા,

 

 

વ્યારાના વૃંદાવાડીના હનુમાનજી મંદિર પાસેના જાહેર રોડ ઉપર સેફ ડીસ્ટન્સ રાખ્યા વગર અને મોઢે માસ્ક પહેર્યા વગર, ચિરાગ શંકર રાઠોડ રહે.નવી વસાહત,વ્યારા, રાકેશ શંકર રાઠોડ રહે.વાલોડ ગામ, મેહુલ ચંદુ ચૌધરી રહે.દડકવાણ ગામ અને સુભાષ વસુ ગામીત રહે.ટાવલી ગામ,

 

 

વ્યારાના તળાવ પાસે આવેલ ગાયત્રી મંદિર પાસે જાહેરમાં બાઈક ઉપર ત્રણ સવારી લઈ આવી અને સેફ ડીસ્ટન્સ રાખ્યા વગર, પ્રિયાંશ મનિષ ગામીત અને દીપક રીધમ ગામીત બંને રહે.ડોલારા ગામ તેમજ અજય ઈશ્વર ચૌધરી રહે.ખુશાલપુરા ગામ,

 

 

વ્યારાના કોર્ટની સામે જાહેરમાં મોઢે માસ્ક પહેર્યા વગર, યોગેશ પોલાદ ગોસ્વામી રહે.સોનગઢ,

 

 

વ્યારાના મિશન નાકા પાસેના રોડ ઉપર જાહેરમાં મોઢે માસ્ક પહેર્યા વગર, નિકુંજ રાકેશ રાણા રહે.મેઈનરોડ ગોલવાડ,વ્યારા,

 

 

વ્યારાના જનકનાકા પાસે જાહેરમાં મોઢે માસ્ક પહેર્યા વગર, રાજા કનેયાલાલ ભક્તીપૂરી રહે.નવી વસાહત,વ્યારા,

 

 

વ્યારાના ભૂતબંગલા ફળિયામાં જાહેર રોડ ઉપર મોઢે માસ્ક વગર, અશોક બાલુ ભોયે રહે.શંકર ફળિયું,વ્યારા,

 

 

વ્યારાના કોર્ટની સામેના રોડ ઉપરથી સેફ ડીસ્ટન્સ રાખ્યા વગર અને મોઢે માસ્ક પહેર્યા વગર, જીગ્નેશ મનુ ઢોડિયા અને રાજેશ નવલ ઢોડિયા બંને રહે.નવું ઢોડિયા વાડ,વ્યારા,

 

 

વ્યારાના સયાજી સર્કલ પાસે જાહેરમાં રોડ ઉપર સેફ ડીસ્ટન્સ વગર જાહેરમાં ઉભા રહેતા, ઝુબેર અબ્દુલગની મેમણ રહે.ગાયત્રી મંદિર પાછળ, માલીવાડ, વ્યારા,

 

 

વ્યારાના તળાવ રોડ પાસે જાહેરમાં મોઢે માસ્ક પહેર્યા વગર, નિતિન દિલીપ ગામીત રહે.કુમકુવા ગામ,

 

 

પાનવાડીના મઢુલી પાસેના ત્રણ રસ્તા પાસે જાહેરમાં એક બાઈક ચાલક મોઢે માસ્ક પહેર્યા વગર, બાલુ રૂમજી ગામીત રહે.ગાયસવાર ગામ,

 

 

પાનવાડીના મઢુલી પાસેના ત્રણ રસ્તા પાસે એક ચણા-દાણાની લારી વાળો મોઢે માસ્ક વગર અને ગ્રાહકો માટે કોઈપણ પ્રકારનું સેફ ડીસ્ટન્સ રાખ્યા વગર, પ્રવિણ વિજય ભોઈ રહે.શંકર ફળિયું, વ્યારા, આમ, તમામ કસુરવારો સામે વ્યારા પોલીસ  દ્વારા ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. (મનિષા સુર્યવંશી દ્વારા વ્યારા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application