વ્યારા પોલીસ સ્ટાફના માણસો શુક્રવારે અલગ-અલગ વિસ્તારમાં પેટ્રોલીંગમાં નીકળ્યા હતા, તે દરમિયાન જાહેરમાં મોઢે માસ્ક પહેર્યા વગર બાઈક પર આવતા જતા તેમજ દુકાનમાં ગ્રાહકો માટે સેફ ડીસ્ટન્સની વ્યવસ્થા રાખ્યા વગર જાહેરનામાનો ભંગ કરતા 11 શખ્સ પોલીસ પેટ્રોલીંગમાં ઝડપાઈ ગયા હતા.
11 શખ્સ સામે કરાયેલ પોલીસ કાર્યવાહી...........
વ્યારાના વૃંદાવાડી હનુમાનજી મંદિર પાસેના જાહેર રોડ ઉપર મોઢે માસ્ક પહેર્યા વગર તેમજ સેફ ડીસ્ટન્સ રાખ્યા વગર, સુરેશ બાબુસિંગ ગામીત અને વસંત બાબુ ગામીત બંને રહે.જેતવાડી ગામ,
વ્યારાના તળાવ રોડ પાસેના જાળ દર્શન એપાર્ટમેન્ટ સામેના જાહેર રોડ ઉપરથી મોઢે માસ્ક પહેર્યા વગર તેમજ સેફ ડીસ્ટન્સ રાખ્યા વગર નરસિંહ શ્રીપાલ નાયક રહે. દતકૃપા સોસાયટી,તળાવ પાસે,વ્યારા,
વ્યારાના ઉનાઈ નાકા ચાર રસ્તા પાસે જાહેરમાં મોઢે માસ્ક પહેર્યા વગર, અશ્વિન રણછોડ ગામીત રહે.બંધરપાડા ગામ,
વ્યારાના તળાવ પાસેના જાહેર રોડ ઉપરથી એક બાઈક પર ત્રણ ત્રણ સવારી લઈ આવતા અને સેફ ડીસ્ટન્સ રાખ્યા વગર, હિતેશ રના ચૌધરી રહે.વાલોડ ગામ, વિનેશ ગુણવંત ગામીત રહે.કટાસવાણ ગામ, અને પ્રતિક મહેશ ચૌધરી રહે.બેડકુવાદુર ગામ,
વ્યારાના સયાજી સર્કલ પાસેથી સેફ ડીસ્ટન્સ રાખ્યા વગર તેમજ મોઢે માસ્ક પહેર્યા વગર, સાગર કૈલાશ સિંધે રહે.ભસ્તી ફળિયું,વ્યારા,
વ્યારાના ઉનાઈ નાકા પાસેના જાહેર રોડ ઉપરથી એક બાઈક ચાલક મોઢે માસ્ક પહેર્યા વગર આવતો, કુતુબ કાસમ શાહ રહે.બારડોલી ગામ,
વ્યારાના શાક માર્કેટ પાસે આવેલ સૌરાષ્ટ્ર બીજ નીગમ એગ્રોની દુકાનમાં મોઢે માસ્ક પહેર્યા વગર અને આવતા જતા ગ્રાહકો માટે સેફ ડીસ્ટન્સની વ્યવસ્થા રાખ્યા વગર, પાર્થ વિપુલ રાજા રહે.કાનપુરા,વ્યારા,
વ્યારાના શાક માર્કેટ પાસે આવેલ સૌરાષ્ટ્ર બીજ નીગમ એગ્રોની દુકાન બહાર મોઢે માસ્ક પહેર્યા વગર, લોરેન્સ અયુબ ગામીત રહે.માંડળ ગામના ઓને ઝડપી પાડી તમામ વિરુદ્ધ વ્યારા પોલીસે કાયદેસની કાર્યવાહી હાથ ધરી હતી. (મનિષા સુર્યવંશી દ્વારા વ્યારા)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500