મનિષા સુર્યવંશી/વ્યારા : સોનગઢનાં ટોલનાકા પાસે નેશનલ હાઈવે પર સોનગઢથી વ્યારા જતાં ટ્રેક ઉપરથી ટેમ્પો માંથી દારૂના જથ્થા સાથે એક યુવકને ઝડપી પડ્યો હતો, જયારે એકને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, તાપી એલસીબી પોલીસ સ્ટાફનાં માણસો સોમવારે સાંજે ખાનગી વાહનમાં બેસી સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં બેસી પ્રોહી. પેટ્રોલીગમાં હતા.
તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, એક આસમાની કલરના ટેમ્પોમાં એક ઈસમ મહારાષ્ટ્રનાં નવાપુર બાજુથી ખાલી કેરેટની આડમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરી સુરત જનાર છે. જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસોએ માંડલ ટોલનાકા પાસે નેશનલ હાઈવે નંબર-53 પર સોનગઢથી વ્યારા જતા ટ્રેક ઉપર અલગ અલગ છુટા છવાયા ટીમમાં વોચમાં હતા. તે દરમિયાન સોનગઢ તરફથી બાતમી વાળો ટેમ્પો નંબર GJ/05/V/3983ને આવતાં જોઈ પોલીસે કોર્ડન કરી ટેમ્પોને રોડની સાઈડમાં રોકાવ્યો હતો.
ત્યારબાદ પોલીસે ટેમ્પો ચાલકને નીચે ઉતારી ચાલકનું નામ પૂછતા તેને પોતાનું નામ સન્ની ઉર્ફે સોનુ પુષ્પેન્દ્રસિંહ રાજપૂત (ઉ.વ.25, રહે.પ્રમુખપાર્ક, સોસાયટી, બાટલીબોય સર્કલ, પાંડેસરા, મૂળ રહે.યુપી)નાં હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે ટેમ્પોમાં તપાસ હાથ ધરતા ટેમ્પોનાં પાછળનાં ભાગેથી વગર પાસ પરમીટે ખાખી કલરના 42 પુંઠાના બોક્ષ મળી આવ્યા હતા અને તેમાંથી અલગ-અલગ બ્રાંડની કુલ 1008 બોટલો મળી આવી હતી.
ત્યારબાદ પોલીસે વધુ પૂછપરચ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે, ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ ટેમ્પો વરાછા તરફ રહેતો સાગર નામનો ઈસમ નવાપુર ખાતેના એક હોટલ પાસે આપી ગયો હતો અને આ ટેમ્પો સુરતનાં સરદાર માર્કેટ પાસે આવી સાગરને કોલ કરવાનો હતો. તેમજ આ ટેમ્પો નવાપુર ખાતેથી નીકળી ધુલીયા સુરત હાઈવે પર સીધો આવી સોનગઢ પસાર કરી બારડોલી થઈ કડોદરા થઈ સુરત ખાતે પહોચવાનું હતું તેમ જણવ્યું હતું.
આમ, પોલીસે ઈંગ્લીશ દારૂની કુલ 1008 બોટલો જેની કિંમત રૂપિયા 1,00,800/- અને પ્લાસ્ટિકનાં ખાલી કેરેટ નંગ 135 જેની કિંમત રૂપિયા 6,750/- તથા 1 નંગ મોબઈલ તેમજ ટેમ્પો મળી કુલ રૂપિયા 3,08,050/-નો મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલ યુવક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જયારે એક દારૂનો મુદ્દામાલ ભરી આપનારને વોન્ટેડ જાહરે કરવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500