તાપી જીલ્લાના વ્યારામાં આજરોજ કોરોના પોઝીટીવ નો નવો 1 કેસ સામે આવ્યો છે.
જીલ્લા આરોગ્ય અધિકારી ડો.હર્ષદભાઈ પટેલના જણાવ્યા અનુસાર તા.26મી જાન્યુઆરીના રોજ જીલ્લાના વ્યારામાં આવેલ શબરીધામ સોસાયટીમાં 62 વર્ષીય પુરૂષનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે,
જીલ્લામાં આજદિન સુધી કોરોના પોઝીટીવ દર્દીઓના કુલ 888 કેસો નોંધાયા છે, અત્યાર સુધી કુલ 844 દર્દીઓ સાજા થયા છે, કોરોનાની સારવાર દરમિયાન કુલ 41 દર્દીઓના મોત નીપજ્યા છે, કોરોના ટેસ્ટ માટે 191 સેમ્પલ લેવામાં આવ્યા છે. જીલ્લામાં માત્ર 4 જ કેસ એક્ટીવ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500