તાપી જિલ્લામાં વ્યારા ખાતે “આઝાદીકા અમૃત મહોત્સવ” ઉજવણીના ઉપલક્ષમાં સ્પીપા સુરત દ્વારા ‘RTI Act: 2005’ અન્વયે થતી કામગીરી અંગે નગરપાલિકાના હોલ ખાતે તાલીમ શિબીરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમીનારમાં મુખ્ય વક્તા તરીકે ડો.હિર્નેશ ભાવસારે ઉપસ્થિત રહી “Gandhian Principals relevance in Current era” વિષયના ઉપર વક્તવ્ય આપ્યું હતું. ત્યારબાદ માહિતી અધિકાર અધિનિયમન-૨૦૦૫નું મહત્વ, તેની ભૂમિકા, બંધારણની કલમ ૧૯, ૨૧ અંગેની જોગવાઇઓ, RTIની પ્રક્રિયા, નિયમો, રેકર્ડ મેનેજમેન્ટનું મહત્વ, મુંઝતા પ્રશ્નો, માહિતી અધિકારીની ભૂમિકા, અપિલ અંગે જોગવાઇ, વિભાગીય સત્તા અધિકારી તથા અગત્યના ચુકાદાઓ અંગે ચર્ચા કરી કેસ સ્ટડી સાથે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500