Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારા-સોનગઢમાં આવવા જવાના રોડને ડાયવર્ટ કરી વૈકલ્પિક માર્ગના ઉપયોગ અંગે જાહેરનામું

  • September 16, 2021 

તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા અને સોનગઢ તાલુકા મથકે અવર-જવર માટે સરૈયા-ટેમ્કા સ્ટેટ હાઇ-વે ટુ ઘોડચીત ઉપલા ફળિયા ટુ પટેલ ફળિયા રોડને બદલે વાહન વ્યવહાર માટે રોડને ડાયવર્ટ કરી બીજા વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર.જે.વલવી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કર્રાયું છે. લોકોને અવર-જવર માટે મુશ્કેલી ન પડે તથા જાહેર જનતાની સલામતી જળવાઇ રહે તે માટે લોકહિતમાં ટ્રાફીક ડાયવર્ઝનના વિકલ્પ તરીકે સરૈયા-ટેમકા સ્ટેટ હાઇ-વે રોડ કુલ ૫.૦૦ કી.મી. અને બંધારપાડા-ઘોડચીત રોડ કુલ ૩.૦૦ કી.મી. સુધી રોડનો ઉપયોગ કરી શકાશે. આ જાહેરનામું તા.૩૦ સપ્ટેમ્બર-૨૦૨૧ સુધી અમલમાં રહેશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application