મનિષા સુર્યવંશી/વ્યારા : વ્યારા નગરનાં જનક હોસ્પિટલનાં બસ સ્ટેશન પાસે જાહેર રોડ ઉપરથી ઈંગ્લીશ દારૂનાં જથ્થા સાથે નવાપુર નામનો ઈસમ ઝડપાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર, વ્યારા પોલીસ સ્ટાફનાં માણસો ગતરોજ બપોરનાં સમયે ખાનગી વાહનમાં બેસી પ્રોહી. ગુના અંગે પેટ્રોલીગમાં હતા.
તે દરમિયાન ફરતા ફરતા ઉનાઈ નાકા પાસે આવતાં ખાનગી રહે બાતમી મળી હતી કે, જનકનાકા ખાતે એક ઈસમ લીલા કલરની ટી-શર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેરેલ છે અને બ્લુ તથા કથ્થઈ કલરની બેગમાં ઈંગ્લીશ દારૂ લઈને ઉભો છે.
જે બાતમીનાં આધારે પોલીસે જનક નાકાની સામે બસ સ્ટેન્ડ પાસે આવી જોતા એક ઈસમ લીલા કલરની ટી-શર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેરેલ હોય અને તે ઈસમ પાસે કથ્થઈ કલરનું બેગ હોય બાતમીવાળા ઈસમને પોલીસે કોર્ડન કરી પકડી પાડી પોલીસે ઈસમનું નામ પૂછતા તેણે પોતાનું નામ અજયભાઈ ઉર્ફે અજ્જુ રમેશભાઈ માવચી (રહે.દેવળ ફળિયું, નવાપુર, તા.નવાપુર, જિ.નંદુરબાર, મહારાષ્ટ્ર)નાં હોવાનું જણાવ્યું હતું.
ત્યારબાદ પોલીસે અજયભાઈ પાસે રહેલ બેગ ખોલી જોતા બેગમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની કુલ 144 નંગ બોટલો મળી આવી હતી. જોકે પોલીસે વધુ પૂછપરચ કરતા જાણવા મળેલ હતું કે, આ દારૂનો મુદ્દામાલ નવાપુર ખાતેથી મનુભાઈ (રહે.નવાપુર)નાએ ભરી આપેલ હતો જે સુરતનાં પરવત પાટિયા ખાતે એક ઈસમને આપવાનો હતો જેન નામની ખબર નથી.
આમ, પોલીસે ઝડપાયેલા ઈસમ પાસેથી દારૂની કુલ 144 નંગ બોટલો જેની કિંમત રૂપિયા 14,300/- અને 1 નંગ મોબઈલ મળી કુલ રૂપિયા 15,300/-નો મુદ્દામાલ કબ્જે કરી ઝડપાયેલ ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી, જયારે બે ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500