વાલોડ તાલુકાના રાનવેરી ગામમાં મિત્રની પત્ની પર ગંદી નજર રાખી અને પરિણીતાનો એકલતાનો લાભ લઈને જબરજસ્તી કરવા જતા પરણિતા એ આવેશમાં આવી જઈને કુહાડીનો વાર કરતા યુવક મોતને ભેટ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.
મળતી માહિતી અનુસાર, વાલોડ તાલુકાના રાનવેરી ગામેના ચૌધરી ફળિયા તરફ જતા મેન રોડ પર સવારના અરસામાં એક કોથળામાં લોહીથી લથપથ લાશ પડી હોવાની માહિતી વાલોડ પોલીસને મળી હતી, જે આધારે ઘટના સ્થળે પહોંચી લાશની ઓળખ પરેડ કરાઈ હતી, જેમાં લાશ ગામના જ 27 વર્ષીય યુવક કિશન ઉર્ફે ક્રિષ્ના લક્ષ્મણભાઇ ચૌધરીની હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે પ્રારંભિક ધોરણે હત્યાનો ગુનો દાખલ કરીને તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો.
ઘટના સ્થળેથી મળેલ પુરાવાઓના આધારે વાલોડ પોલીસે અને તાપી જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અલગ-અલગ ટિમો બનાવીને અજાણ્યા હત્યારાની તપાશ હાથ ધરી હતી અને એક પછી એક ગુથ્થી સુલઝતી ગઈ હત્યાનો ભેદ ઉકેલાયો હતો. જેમાં આશ્ચર્ય જનક બાબત સામે આવી, મૃતકના ઘરેથી થોડાજ અંતરે રહેતા તેના મિત્ર વિકાસ ચૌધરીની પત્ની દક્ષા ચૌધરી એક હત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું.
મૃતકના ખિસ્સામાંથી એક નિરોધનું પેકેટ મળી આવેલ હતું, જે આધારે પોલીસે એવી શંકા કરી કે આ હત્યામાં કદાચ કોઈ આડા સંબંધો કે કોઈ સ્ત્રી હોઈ શકે છે, તેમજ કોઈ વાહન નો ઉપયોગ થયેલ હોવો જોઈએ, જે આધારે અલગ અલગ ટિમો બનાવેલ પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાયું કે, ગુનો કરનાર વ્યક્તિઓ સ્થાનિક હોઈ શકે જે આધારે આસપાસના ઘરોમાં તપાસ કરતા આ બનાવમાં દક્ષાબેન વિકસભાઈ ચૌધરી તેમના ઘર આંગણેથી એક નંબર વગરની એક્સેસ ગાડી મળી આવેલ જેના પર લોહીના છાંટા મળી આવેલ હતા, જે આધારે પુચ્છ પરછ કરતા હત્યાનો મામલો બહાર આવ્યો હતો.
મૃતક યુવક કિશન ઉર્ફે ક્રિષ્ના ચૌધરી દ્વારા તેનાજ ગામમાં રહેતો મિત્ર વિકાસ ની પત્ની દક્ષા ની છેડછાડ અને તેના મિત્રની પત્ની દ્વારા તેની અવગણના ને પગલે મૃતક યુવકની હિમ્મત વધી અને મામલો જબરજસ્તી સુધી પહોંચ્યો હોય આખરે સ્વબચાવ ને આબરૂ બચાવવાને માટે પરણીતાએ આવેશમાં આવી જઈ ને કુહાડીના ઘા ઝીક્યાં,અને યુવક મોત ને ભેટ્યો હતો હત્યાની ઘટનાને સંતાડવાને માટે પતિએ પત્નીને સાથ આપ્યો,પરંતુ પોલીસ તપાસમાં સમગ્ર મામલા પરથી પરદો ઉઠી ગયો છે, અને પતિ વિકાસ અશોકભાઈ ચૌધરી અને -પત્ની દક્ષા વિકાસભાઈ ચૌધરી બન્ને કાયદાના સકંજામાં સપડાઈ ગયા છે. પોલીસે હાલ તો 302 એટલે કે હત્યા, 201 એટલે પુરાવાનો નાશ, 135 ગેરકાયદેસર હથિયાર રાખવા અને 114 એટલે એકબીજાની મદદગારી કરવા અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500