Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢની કેજીબીવી શાળાની બાલિકાઓને તિથિભોજન અપાયું

  • October 14, 2021 

તાપી જિલ્લામાં તિથિભોજનની સેવાયાત્રા વર્ષોથી ચાલી રહી છે. જેના પરિણામે દાતાશ્રીઓ દ્વારા યથાપ્રસંગે તિથિભોજન આપતા જિલ્લાના પ્રાથમિક શાળાના બાળકોને મનભાવન ભોજન માણવા મળે છે. તાજેતરમાં સોનગઢ તાલુકાની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં સીઆરસી તરીકે સેવા આપી બદલી થયેલા હીરલબેન રાખોલીયા દ્વારા તરફથી શાળાની ૧૦૦ બાલિકાઓને પાંવભાજીનું તિથિભોજન કરાવવામાં આવ્યું હતું. હીરલબેન દ્વારા સુરત ખાતે પણ બહેરા-મુંગા અને નિરાધાર ૭૦ લોકોને તિથિભોજન કરાવ્યું હતું. આ પ્રસંગે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શૈલેષ પરમારે અભિનંદન પાઠવ્યા હતા તથા બાલિકાઓ સહિત શાળા પરિવાર સાથે સૌએ ભોજન લીધું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application