તાપી 181 અભયમ મહિલા હેલ્પ લાઈન ટીમને એક કોલ આવતાં આવ્યો હતો જેથી ટીમ સ્થળ ઉપર પહોંચી હતી તેમજ તેમના પતિના બીજી સ્ત્રી સાથે સંબંધ છે અને તેમણે હાલ 15 દિવસ પહેલા સ્ત્રી સાથે કોર્ટમાં લગ્ન કર્યા છે જેથી મદદની જરૂર છે આમ ટીમ સ્થળ પર પહોંચી મહિલાને મળી અને મહિલાએ તમામ હકીકત જાણી તો તેમણે જણાવેલ કે, તેમના પ્રેમ લગ્ન છે તેમજ લગ્નને 16 વર્ષ થયાં છે અને અમારા બે બાળકો છે પતિ મજૂરી કામ કરે છે.
જ્યાં નજીકમાં રહેતી સ્ત્રી સાથે પ્રેમ સંબંધ થઇ જતા હાલ તેઓએ લગ્ન કર્યા છે જેમનું લગ્નનું પ્રમાણ પત્ર બેગમાંથી મળતા પીડિતાને જાણ થઈ જેથી સમજાવવા માટે 181 હેલ્પલાઇનની મદદ માંગી ટીમ દ્વારા સ્થળ પર પીડિતાના પતિને લગ્ન બહારનાં અનૈતિક સંબંધો રાખવાએ ગુનો બને છે જે વિષે સમજ આપી કાયદાકીય સમજ આપી કાઉન્સેલિંગ કરી સમજાવેલ અને પીડિતાને પોલીસ કાર્યવાહી વિષે સમજ આપી હતી. તેમજ મહિલા સહાયતા કેન્દ્ર વિશે સમજ આપી પીડિતા પોલીસ કાર્યવાહી કરવા માંગતા હોવાથી આગળ કાર્યવાહી માટે મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી અપાવેલ છે જેથી આગળની કાર્યવાહી મહિલા પોલીસ સ્ટેશન વ્યારા દ્વારા થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application