ડોલવણ ગામમાં શેરડીનાં ખેરાતનાં શેઢા ઉપર આવેલ ડેલીમાં 40 વર્ષીય શખ્સને માથાના ભાગે અજાણ્યા ઈસમે કોઈ અંગત અદાવત રાખી તીક્ષ્ણ હથિયાર ઝીંકી મોતને ઘાટ ઉતારી ભાગી છુટ્યો હતો. જોકે બનાવ અંગે ડોલવણ પોલીસે તપાસ હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ડોલવણ ગામનાં ડુંગરી ફળિયાના રહીશ અમરસિંગભાઈ ઉર્ફે અમ્રતભાઈ રામાભાઈ ઢોડિયા (ઉ.વ.69)નું ખેતર ગામમાં જ ઢોડિયાવાડ ફળિયામાં આવેલ છે અને ખેતરના શેઢા ઉપર એક ડેલો બનાવવામાં આવેલો છે તેમજ ખેતી કામ અર્થે જતો પરિવાર ત્યાં જ બપોરનું ભોજન કે જરૂરી સરસામાન મુકતા હતા. પરંતુ રાત્રીએ ખેડૂતના દીકરો સુધીરભાઈ ખેતરના ડેલામાં હતો.તે દરમિયાન કોઈ અજાણ્યા ઈસમે કોઈ અંગત અદાવત રાખી બોથડ પદાર્થ અથવા તીક્ષ્ણ હથિયારથી મોઢાના ભાગે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી સ્થળ ઉપર મોત નીપજાવ્યું હતું. જયારે ખેતરમાં ખેડૂતના પુત્રની થયેલી હત્યા અંગેની જાણ થતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવ અંગે ડોલવણ પોલીસે અજાણ્યા હત્યારા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી અને ઘટના સ્થળે ડોગ સ્કોડ તથા એફએસએલ અધિકારી પહોંચી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application