મનિષા એસ. સુર્યવંશી/વ્યારા : ડોલવણ ગામનાં દાદરી ફળિયામાં થયેલ અકસ્માતમાં ગામનાં જ શખ્સનું મોત નીપજતા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, વ્યારાનાં વડકુઈ ગામનાં ડુંગરી ફળિયામાં રહેતા ઉમેશભાઈ ગણપતભાઈ ગામીત સોમવારનાં રોજ બપોરનાં સમયે વિજયભાઈ શાંતુભાઈ ગામીત (રહે.ડોલવણ, દાદરી ફળિયું)નાં સાથે ટ્રેકટર નંબર GJ/05/OC/8645નાં પાછળ જોડેલ ટેલર લઈ પથ્થર ભરવા માટે ઉમેશભાઈ ગામીત નાંઓને સાથે લઈ ગયા હતા.ત્યારબાદ પથ્થર ભરી પરત ફરતા સમયે ડોલવણ ગામનાં દાદરી ફળિયામાં આવતાં ટેલરમાં બેસેલ ઉમેશભાઈ નીચે ઉતારતા હતા. તે સમયે ચાલક વિજયભાઈએ ખાત્રી કર્યા વગર પોતાના કબ્જાનું ટ્રેકટર ટેલર સાથે હંકારી લેતાં ઉમેશભાઈને ઘર આંગણે જ નીચે પાડી નાંખી શરીરનાં પાછળનાં ભાગે બરડામાં અને થાપાનાં ભાગે ગંભીર ઈજા પહોંચતા મોત નીપજ્યું હતું. બનાવ અંગે પૂજાબેન ઉમેશભાઈ ગામીતએ ચાલક સામે ડોલવણ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application