તાપી જિલ્લાનાં વાલોડ તાલુકાનાં મામલતદાર અભિષેક સિંહાના પ્રોબેશન સમય દરમિયાન કેટલાક પ્રકરણોમાં વિવાદો વહીવટી બાબતે ઉચ્ચ કક્ષા સુધી ફરિયાદ થઈ હતી. વાલોડ સંવેદન ટ્રસ્ટના પ્રમુખને જાહેર સુલેહ શાંતિ ભંગ કરવા માટે પોતાની કચેરીએ બોલાવી રાખી સાંજે 6 કલાકે નોટિસની બજવણી કરતા ગ્રામજનોએ મામલતદાર કચેરીએ રાત્રે 11.30 કલાક સુધી વિરોધ કરવાના પ્રકરણને વાલોડના વેપારીની દુકાન પર ફૂડ એન્ડ વિભાગના અધિકારીઓ સાથે તપાસ અર્થે જવા બાબતે ઉચ્ચ કક્ષાએ અરજદારોએ રજૂઆત કરી હતી.
ત્યારબાદ મામલતદારની કાર્ય પ્રણાલી સામે તાપી કલેકટર સમક્ષ બે આવેદન પત્ર તથા લેખિત ફરિયાદો કરવામાં આવી હતી અને અભિષેક સિંહાનો તારીખ 29મી મે ના રોજ પ્રોબેશન દરમિયાન તેઓને કુકરમુંડા ખાતે તાલુકા વિકાસ અધિકારી તરીકેની બદલી કરાઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application