વાલોડ તાલુકામાં અસ્થિર મગજની એક બાળાને ફોસલાવીને ખેતરમાં લઈ જઈ બાળકી સાથે દુષ્કર્મ કર્યું હતું. મળતી વિગતો અનુસાર બાળકીના માતા-પિતા મજુરી કરીને ઘરે પરત ફર્યા તે સમયે બાળકી ન દેખાતા શોધ ખોળ હાથ ધરી હતી. ત્યારે માતાએ બાળકીને ખેતર તરફથી આવતા જોઈ બાળકીને પૂછપરછ કરતા બાળકીએ જણાવ્યું હતું કે, સરમુખભાઈ મને ફરવા લઈ જવાનું કહી મારી સાથે બળજબરી કરી હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ ભોગ બનનારની માતાએ વાલોડ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
બનાવ અંગે પોલીસ સબ ઈન્સ્પેકટરએ તપાસ હાથ ધરી આરોપીની અટક કરી કેસ વ્યારા કોર્ટમાં આવ્યો હતો. કેસ વ્યારાની એડીશનલ ડીસ્ટ્રીકટ અને સેશન નામદાર જજ વી.એ.બુદ્ધે હાલની પરિસ્થિતિમાં વર્ચ્યુઅલ કોર્ટ ચલાવી હતી. જેમાં સરકારી વકીલએ કરેલી રજુઆત અને પુરાવાઓ ધ્યાનમાં રાખી આરોપીને બળાત્કારના ગુનામાં આજીવન કેદ અને 2 લાખ રૂપિયા દંડ અને પોક્સોમાં આજીવન કેદ અને 2 લાખનો દંડ કર્યો હતો. આમ, આજીવન કેદ અને 4 લાખ રૂપિયા દંડ ભોગ બનનારને વળતર પેટે ચૂકવવાનો હુકમ કર્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application