Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી : શ્રમયોગીઓ મતદાનનાં દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સવેતન રજા આપવાની રહેશે

  • November 15, 2022 

આગામી તા.૦૧/૧૨/૨૦૨૨નાં રોજ તાપી જિલ્લામાં વિધાનસભા ચૂંટણી-૨૦૨૨ માટે મતદાન યોજનાર છે. જેથી ગુજરાત દુકાનો અને સંસ્થા અધિનિયમ-૧૯૪૮, કારખાના અધિનિયમ- ૧૯૪૮, બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કર્સ એક્ટ-૧૯૯૬ કોન્ટ્રાક્ટ લેબર એક્ટ- ૧૯૭૦ હેઠળ નોંધણી થયેલ સંખ્યા/સાઈટ પરના શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તેમજ લોક પ્રતિનિધિત્વ ધારા-૧૯૫૧ ની કલમ- ૧૩૫(બી) મુજબ નોંધણી થયેલ સંસ્થા/સાઈટ પરના શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સવેતન રજા આપવાની રહેશે.


આ જોગવાઈ અનુસાર જાહેર રજા કરવાને કારણે સંબંધિત શ્રમયોગીઓ/કર્મચારીઓના પગારમાંથી કોઈ કપાત કરવાની રહેશે નહીં. જે શ્રમયોગીઓની ગેરહાજરીથી જોખમ ઊભું થવાના સંજોગો શક્યતા હોય અથવા જે વ્યવસાય અને રોજગાર સાથે સંકળાયેલ હોય તે રોજગારમાં મોટા પ્રમાણમાં નુકસાન થવા સંભવ હોય તેવા કિસ્સામાં અથવા સતત પ્રક્રિયા વાળા કારખાનામાં કામ કરતાં શ્રમયોગીઓ કર્મચારીઓ તેમના મત આપવાનો અધિકાર ભોગવી શકે તે માટે તેમની ફરજના સમયમાંથી મતદાનના સમયગાળા દરમ્યાન ત્રણ થી ચાર કલાકથી વારા-ફરતી મતદાન માટે સવેતન રજા આપવાની રહેશે.

જો કોઈ કારખાનેદાર માલિક કે નોકરીદાતા ઉપરોક્ત જોગવાઈથી વિરુદ્ધનું વર્તન કરશે તો ઉપરોક્ત કાયદા હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મતદાનના દિવસે સંબંધિત કોઈ ફરિયાદ હોય તો જિલ્લા નોડલ અધિકારી, સરકારી શ્રમ અધિકારી, તાપી, ફોન નં-૦૨૬૨૬ ૨૨૧૦૭૦, સરકારી શ્રમ અધિકારીની કચેરી, ગ્રાઉન્ડ ફ્લોર, બ્લોક નંબર ૧૨, જિલ્લા સેવા સદન, પાનવાડી, વ્યારા તાપી નો સંપર્ક સાધવા નોડલ ઓફિસર ફોર માઈગ્રેટરી ઇલેકટર્સ અને સરકારી શ્રમ અધિકારી વ્યારા-તાપીની અખબારી યાદીમાં જણાવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application