Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Tapi : ટેમ્પોમાં તરબૂચની આડમાં લઇ જવાતો દારૂના જથ્થા સાથે ૨ વ્યક્તિ ઝડપાયા

  • March 26, 2024 

તાપી જિલ્લા એલસીબી અને પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમ સોમવાર નારોજ સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન સંયુક્ત રીતે મળેલ બાતમીના આધારે સોનગઢના માંડલ ગામના ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી વાળો ટેમ્પો નંબર જીજે/23/વાય/૭૦૮૩ આવતા તેને રોકી તપાસ કરતા ટેમ્પોમાં ભરવામાં આવેલ તરબૂચની આડમાં સંતાડીને લઇ જવામાં આવતો ઈંગ્લીશ દારૂની ૭૦૫ બોટલો જેની કિંમત રૂ.૭૦,૫૦૦/-ના પ્રોહી. મુદ્દામાલ સાથે (૧) મધુકર આનંદા માળી અને (૨) શરદ ઓમકાર શીલક નામના ૨ ઇસમોને અટકાત કરી હતી.જોકે પોલીસ તપાસમાં અન્ય ૨ આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.આ મામલે પોલીસે ઈંગ્લીશ દારૂ અને ટેમ્પો મળી કુલ રૂપિયા ૧,૮૦,૦૦૦/-નો મુદ્દામાલ ક્બ્જે કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application