Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પાટી ગામે ડીજે વગાડતો યુવક માસ્ક વગર ઝડપાતા પોલીસ કાર્યવાહી કરાઈ

  • May 16, 2021 

ડોલવણ તાલુકાનાં પાટી ગામમાં લગ્ન મંડપમાં મોઢે માસ્ક પહેર્યા વગર ડીજે વગાડતો યુવક ઝડપાતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

મળતી માહિતી મુજબ, ડોલવણ પોલીસ સ્ટાફના માણસો ને મળેલ બાતમીના આધારે, પાટી ગામનાં ગેગડી ફળિયામાં રહેતી, રમીલાબેન જયંતિભાઈ ગામીતના ઘરે દિકરીના લગ્ન પ્રસંગ હોવાથી એક મહિન્દ્રા કંપનીના ટેમ્પોમાં ડીજેનાં સ્પીકરો ગોઠવેલ હતા અને તે સ્પીકરોની પાછળ ડીજે ઓપરેટીંગ કરતો અજયભાઈ રણજીતભાઈ કોંકણી રહે, તકીઆંબાગામ, ડોલવણ  નાએ મોઢે માસ્ક પહેર્યા વગર અને લોકો ભેગા કરી લગ્ન મંડપમાં ગીતો વગાડી નાચગાન કરાવતો હોય જાહેરનામાનો ભંગ કરતા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો.

 

 

 

બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ રોનકભાઈની ફરિયાદના આધારે અજય કોંકણી વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. (મનિષા સુર્યવંશી દ્વારા વ્યારા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application