સુર્યવંશી મનિષા/વ્યારા : તાપી એલસીબી પોલીસ સ્ટાફના માણસો શનિવારે બપોરના સમયે ખાનગી વાહનમાં બેસી ગડત બીટ વિસ્તારમાં પ્રોહી.ગુનાની રેડમાં નીકળેલ હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, ડોલવણનાં પાલાવાડી ગામના દાદરી ફળિયામાં રહેતા ગમનભાઈ સુખાભાઈ ચૌધરી જે પોતાના ઘરની પાછળ આવેલ પજરીમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી મૂકી દેશી દારૂ બનાવી અને દારૂ રાખી વેચાણ કરે છે. જે બાતમીના આધારે પોલીસે સ્થળ પર જઈ રેડ કરતા બાતમીવાળું ઘર ખુલ્લું હોય અને ઘરમાંથી એક ઈસમ હાજર મળી આવેલ હતો. જોકે પોલીસે તેનું નામ પૂછતા તેને પોતાનું નામ ગમનભાઈ સુખાભાઈ ચૌધરી (રહે.દાદરી ફળિયા,પાલાવાડી ગામ,ડોલવણ)ના જણાવ્યું હતું.ત્યારબાદ પોલીસે ઘરની પાછળ આવેલ પજરીમાં તપાસ કરતા એક ખૂણામાં દેશી દારૂ બનાવવાની માટી અને પથ્થરના ચુલા ઉપર બે અલગ-અલગ ભઠ્ઠી મળી આવી હતી અને સાથે દેશી દારૂ બનવાના સાધનો જેમાં હાંડલો નંગ-2, પિત્તળની દેગડી નંગ-2 અને 2 પ્લાસ્ટીકની કેનમાં 40 લીટર દેશી દારૂ તથા પતરાના ડબ્બામાં દેશી દારૂ બનાવવાનો ગોળ પાણીનું રસાયણ (વોશ) આશરે 300 લિટર તેમજ 2 વાસના પાઈપ મળી કુલ રૂપિયા 2,380/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ત્યારબાદ પોલીસે દેશી દારૂ બનાવવા ગોળ ક્યાંથી લાવેલ છે તે પૂછતા જાણવા મળ્યું હતું કે, વાલોડના બુહારી ગામના નીતિનભાઈ રાણા જણાવેલ હતું. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદના આધારે ગમન ગામીત વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી, જયારે નીતિન રાણાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application