મનિષા એસ. સુર્યવંશી/તાપી : ડોલવણનાં પદમડુંગરી ગામનાં આમલી ફળિયામાં તકીઆંબા તરફ જતા જાહેર રસ્તા ઉપર વાંસદાનાં બારતડ ગામનાં 46 વર્ષીય બાઈક ચાલક ખાડામાં પડી જતાં ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, નવસારીનાં વાંસદા તાલુકાનાં બારતડ ગામનાં ગામીત ફળિયામાં રહેતા રતિલાલભાઈ પોસલ્યાભાઈ ગામીત (ઉ.વ.46) જેઓ ગત તારીખ 11/07/2023નાં રોજ રાત્રિનાં સમયે પદમડુંગરી ગામનાં આમલી ફળિયામાં તકીઆંબા તરફ જતા જાહેર રસ્તા ઉપર પોતાના કબ્જાની બાઈક નંબર GJ/21/BA/1397ને પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી પોતાના કબ્જાની બાઈકને ખાડામાં પાડી દીધી હતી. જોકે બાઈક ખાડામાં પડી જતાં રતિલાલભાઈને માથાનાં ભાગે તથા કપાળ ઉપર તેમજ શરીરે ઓછી વત્તી ઇજાઓ પહોંચી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે જિનીતકુમાર રતિલાલભાઈ ગામીત નાએ તારીખ 13/07/2023નાં રોજ ડોલવણ પોલીસ મથકે બનાવ અંગે જાણ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application