નિઝર પોલીસ સ્ટાફના માણસો મંગળવારે પેટ્રોલીંગમાં નીકળ્યા હતા, તે દરમિયાન જાહેરમાં ગ્રાહકોને સોશીયલ ડીસ્ટન્સમાં ઉભા રહેવા માટે જરૂરી કુંડળા નહિ પાડી તેમજ પોતાની દુકાનમાં સેનેટાઈઝરની પણ વ્યવસ્થા ન રાખી તથા દુકાનમાં ગ્રાહકોની ભીડ ભેગી કરી પોતાની તથા લોકોની જિંદગી જોખમાય એવું બેદરકારી ભર્યું વર્તન કરતા 5 ઈસમો પોલીસ પેટ્રોલીંગમાં ઝડપાઈ ગયા હતા.
જાહેરનામાનો ભંગ કરવા બદલ કોની-કોની સામે થઇ કાર્યવાહી ...??
વાંકા ગામમાં રહેતો, મહેશ સુવાલાલ અગ્રવાલની દુકાનની સામે ગ્રાહકોને સોશીયલ ડીસ્ટન્સમાં ઉભા રહેવા માટે જરૂરી કુંડળા નહિ પાડી તેમજ ગ્રાહકોની ભીડ ભેગી કરી તેમજ પોતાની દુકાનમાં સેનેટાઈઝર પણ વ્યવસ્થા ન રાખતો ઝડપાયો,
અંત્રોલી ગામમાં રહેતો, અશોક વેડુ પાટીલની દુકાનની સામે ગ્રાહકોને સોશીયલ ડીસ્ટન્સમાં ઉભા રહેવા માટે જરૂરી કુંડળા નહિ પાડી તેમજ ગ્રાહકોની ભીડ ભેગી કરી તેમજ પોતાની દુકાનમાં સેનેટાઈઝર પણ વ્યવસ્થા ન રાખતો ઝડપાયો,
અંત્રોલી ગામમાં રહેતો, પવન રવિન્દ્ર પાટીલની દુકાનની સામે ગ્રાહકોને સોશીયલ ડીસ્ટન્સમાં ઉભા રહેવા માટે જરૂરી કુંડળા નહિ પાડી તેમજ ગ્રાહકોની ભીડ ભેગી કરી તેમજ પોતાની દુકાનમાં સેનેટાઈઝર પણ વ્યવસ્થા ન રાખતો ઝડપાયો,
અંત્રોલી ગામમાં રહેતો, મહેન્દ્ર યશવંત પાટીલની દુકાનની સામે ગ્રાહકોને સોશીયલ ડીસ્ટન્સમાં ઉભા રહેવા માટે જરૂરી કુંડળા નહિ પાડી તેમજ ગ્રાહકોની ભીડ ભેગી કરી તેમજ પોતાની દુકાનમાં સેનેટાઈઝર પણ વ્યવસ્થા ન રાખતો ઝડપાયો,
બેજ ગામમાં રહેતો, દિનેશ કુંવરસિંહ પ્રધાનએ મોઢે માસ્ક સુધ્ધા પહેર્યા ન હતું અને યોગ્ય સેફ ડીસ્ટન્સ પણ જાળવ્યું ન હતું. નિઝર પોલીસે તમામ કસુરવારોને ઝડપી પાડી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. (મનિષા સુર્યવંશી દ્વારા વ્યારા)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500