Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બુહારી ગામે એજન્ટ અને સેલ્સમેનએ દુકાન માલિકને રૂપિયા 6.50 લાખનો ચૂનો ચોપડ્યો, પોલીસ તપાસ શરૂ

  • September 29, 2022 

વાલોડનાં બુહારી ગામમાં મોબાઈલની દુકાનમાં સેલ્સ મેનેજર અને એજન્સીનાં એજન્ટ તરીકે કામ કરતા બે યુવકોએ માલિકની જાણ બહાર બારોબાર 150 જેટલા મોબાઈલ બીલ વગર વેચી દીધા બાદ માલિકને જ જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવતાં દુકાનનાં માલિક સરફરાજ અબ્દુલકાદર મેમણએ વાલોડ પોલીસ મથકે બંને યુવકો વિરુદ્ધ ફરિયાદ આપી છે.




મળતી માહિતી અનુસાર, વાલોડ તાલુકાનાં બુહારી ગામે આવેલ ચેપ્સ મોબાઈલ નામની દુકાનમાં સરફરાજ ઉર્ફે રાજુ સૈયદ મેમણ તેમની એજન્સીમાં એજન્ટ તરીકે નોકરી કરતા હોય તથા અરબાઝ નસીમભાઈ અન્સારી સેલ્સમેન તરીકેની નોકરી કરતા હોય તેઓ બંને ફેબ્રુઆરી-2020થી એપ્રિલ-2021નાં સમયગાળા દરમિયાન દુકાન માલિકનો વિશ્વાસ તથા ભરોસો કેળવી એકબીજાની મદદગારીથી માલિકની જાણ બહાર અને તેમની ગેરહાજરીમાં દુકાનની પાછળ આવેલ ગોડાઉનમાંથી થોડા-થોડા કરીને આશરે 150 જેટલા મોબાઈલ અલગ-અલગ વેપારીઓને બીલ વગર ગેરકાયદેસર રીતે વેચી દેવામાં આવ્યા હતા.




જોકે સમગ્ર બાબતે દુકાન માલિકને જાણ થતાં રૂપિયા 6,50,000/-નો હિસાબ માંગ્યો હતો પરંતુ બંને આરોપીઓએ દુકાન માલિકને જાનથી મારી નાંખવાની ધમકી આપતા દુકાન માલિકે સરફરાજ ઉર્ફે રાજુ સૈયદ મેમણ અને અરબાઝ નસીરભાઈ અન્સારી (બંને રહે.બુહારી ગામ, ફીરદોશ પાર્ક સોસાયટી, વાલોડ)નાઓ વિરુદ્ધ વાલોડ પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application