વ્યારા વનવિભાગના આરએફઓને મળેલ બાતમીના આધારે, વાલોડ તાલુકાના બુહારી ખાતે એક દુકાનમાં ગેરકાયદેસર લાકડાના સાઈઝ બનાવવાના કામગીરી ચાલે છે. જેના આધારે વ્યારા અને ઉનાઈ રેન્જ સ્ટાફને સાથે રાખીને બુહારી ખાતે આવેલ હાઈસ્કૂલની સામે ગેરેજના પાછળના ભાગમાં આવેલા કોમ્પ્લેક્સની દુકાનમાં તપાસ કરી હતી. જે દુકાનમાં ગેરકાયદેસર લાયસન્સ વગર અને પાસ પરમિટ વિનાના સાગી લાકડાનો ધંધો કરતા સાંવર લાલ (રહે.મૂળ રાજસ્થાન) દુકાનને તાળું મારી ફરાર થયો હતો.
જયારે વ્યારા વનવિભાગએ વાલોડ પોલીસની મદદ લઇને દુકાન ખોલાવી હતી અને દુકાનની અંદર 160 જેટલી સાગી સાઈઝ જેની કિંમત 2.43.244 રૂપિયા તેમજ 4 જુદી-જુદી સાઈઝના લાકડા વહેરવાના મશીન જેની કિંમત 80.000 અને સાગી લાકડાના ગેરકાયદેસર પાસ પરવાનગી વિનાના વાહતુકમાં સંડોવાયેલ છોટા હાથી ટેમ્પો નંબર જીજે/21/ટી/4023 જેની અંદાજિત કિંમત રૂપિયા 75,000/- કબ્જે કરી કુલ રૂપિયા 3,98,244/-નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ ભારતીય વન અધિનિયમ 1927 મુજબની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500