Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઇક્કો ચાલકે મોપેડને ટક્કર મારી ત્રણ લોકોને ઈજા પહોંચાડી ફરાર

  • May 28, 2022 

સુર્યવંશી મનિષા/વ્યારા : વ્યારા નગરમાં આવેલ સોનલ સર્વિસ સ્ટેશન પાસે એક ઇક્કો ગાડીના ચાલકે મોપેડને ટક્કર મારતા ત્રણ લોકોને ઈજા પહોંચી હોવાનો બનાવ વ્યારા પોલીસ મથકે દાખલ થયો છે. મળતી માહિતી અનુસાર, વ્યારા તાલુકાના ચાંપાવાડી ગામના નિશાળ ફળીયામાં રહેતા ફરીયાદી નેલશનભાઈ નરેશભાઈ ગામીત તા.૨૫મી મે ૨૦૨૨ નારોજ તેમના મિત્ર સુરજભાઈ ઈલેશભાઈ ગામીત અને ભૂમિતભાઈ ગામીત નાઓ સાથે તેમની મોપેડ ગાડી નંબર જીજે/૨૬/એએ/૪૩૧૨ની લઇ લખાલી ગામે લગ્નમાં ગયેલા હતા.




જોકે ત્યાંથી તેમના ઘરે ચાંપાવાડી ખાતે વ્યારા થઇને જતા હતા તે વખતે સોનલ સર્વિસ સ્ટેશન પાસે-પુલ પાસે (મુસા રોડ પર) એક સફેદ કલરની ઇક્કો ગાડીનો ચાલક પોતાની ઇક્કો ગાડી પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લઇ આવી નેલશનભાઈ ગામીતની મોપેડને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં મોપેડ સવાર ત્રણેય જણા નીચે પટકાતા સુરજભાઈને શરીરે ગંભીર તથા ઓછીવત્તી ઈજાઓ પહોંચી હતી.




જયારે અન્ય બે લોકોને સામાન્ય ઈજા પહોચી હતી. જોકે અકસ્માત કરી ઇક્કો ગાડીનો ચાલક પોતાનું વાહન લઇ નાશી છુટ્યો હતો. બનાવ અંગે નેલશનભાઈ નરેશભાઈ ગામીતની ફરિયાદના આધારે વ્યારા પોલીસે ઇક્કો ગાડીના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application