તાપી જિલ્લામાં ગુજરાત વિદ્યુત બોર્ડના કર્મચારીઓએ રીસેસ દરમ્યાન સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા, સાતમા પગારપંચ ના ભથ્થા ન મળતા કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે.. છેલ્લા દોઢ વર્ષથી વારંવાર ની લેખિક, મૌખિક રજૂઆતો કરવા છતા સરકારે કોઈ નિર્ણય ન લેતા હડતાળ કરી હતી.
જિલ્લાના વ્યારા ખાતે ડિજીવીસીએલ માં કામ કરતા કર્મચારીઓએ આજે રીસેસ દરમ્યાન સૂત્રોચ્ચાર સાથે દેખાવો કર્યા હતા. છેલ્લા દોઢ વર્ષથી સાતમાં પગાર પંચની એરિયસની ચુકવણી સહિતની માંગો નું નિરાકરણ ન આવતા કર્મચારીઓએ આંદોલનનો માર્ગ લીધો છે, ત્યારે તેઓની માંગ ન સંતોષાય તો આગામી 21મી જાન્યુઆરીના રોજ સમગ્ર ગુજરાતના 55 હજાર કર્મચારીઓ સામુહિક રજા પર ઉતરશે, ઉર્જા સંકલન સમિતિ ના બેનર હેઠળ તેઓ હડતાળ પર ઉતર્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500