Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી : સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે નિ:શુલ્ક ઓનલાઇન તાલીમ વર્ગનું આયોજન

  • May 08, 2021 

તાપી જિલ્લા કલેક્ટર આર.જે.હાલાણીના માર્ગદર્શન થકી જિલ્લાના શિક્ષિત યુવક-યુવતીઓ હાલમાં ચાલી રહેલ COVID-19ની પરીસ્થિતીમાં મળેલા ફ્રી સમયનો સદઉપયોગ કરી સરકારી નોકરીની તૈયારી કરી શકે તેવા ઉચ્ચ ઉદેશ્યથી તાપી જિલ્લાનાં યુવક-યુવતિઓને નિ:શુલ્ક ઓનલાઇન તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે.

 

 

 

 

આ વર્ગોમાં GPSC, GSSSB, IBPS, SSC, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ વગેરે દ્વારા યોજાનાર નાયબ માલતદાર, નાયબ સેક્શન ઓફીસર,સ્ટેટ ટેક્ષ ઈન્સ્પેક્ટર, સિ.ક્લાર્ક, જુ.ક્લાર્ક, પ્રોબેશન ઓફીસર,બેંક ક્લાર્ક, PSI, IO, ASI વગેરેની પરીક્ષા સબંધી વિના મુલ્યે તાલીમ આપવામાં આવશે.

 

 

 

 

જિલ્લા વહિવટી તંત્ર તાપી અને ન્યુક્લીયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લી. કાકરાપાર, જિ.તાપીના આર્થિક સહયોગથી આ તાલીમ વર્ગો COVID-19ની પરિસ્થિતિને ધ્યાને લેતા ઓનલાઈન આપવામાં આવશે તથા આ સમગ્ર તાલીમ વર્ગનું સંચાલન અને આયોજન જિલ્લા રોજગાર અધિકારી તાપી દ્વારા કરવામાં આવશે.

 

 

 

 

આ તાલીમ ત્રણ માસની રહેશે, સોમવાર થી શનિવાર સાંજે ૦૬.૦૦ થી ૦૮.૦૦ કલાક સુધી અને રવિવારે સવારે ૦૯: કલાકેથી ૦૨ કલાક સુધી તાલીમ આપવામાં આવશે. વધુમાં તાલીમ માટે NPCIL (ન્યુક્લીયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લી.) કાકરાપારના અસરગ્રસ્ત ગામના યુવક-યુવતીઓને પ્રાધાન્ય આપવામાં આવશે.)  આ તાલીમમાં જોડાવા માટે https://forms.gle/7zM77EgmsTTfno5V9 લીંક પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.

 

 

 

 

વધુ વિગતો માટે જિલ્લા રોજગાર કચેરી, બ્લોક નંબર ૪/૩, જિલ્લા  સેવા સદન, વ્યારા-તાપી (ફોન નં. ૦૨૬૨૬-૨૨૦૨૮૯) નો સંપર્ક કરવા જિલ્લા રોજગાર અધિકારી તાપી દ્વારા જણાવવામાં આવ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application