Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી : ગંજી પાનાનો જુગાર રમતા ચાર જુગારીઓ પોલીસ રેઈડમાં ઝડપાયા

  • May 27, 2023 

મનિષા એસ. સુર્યવંશી/વ્યારા : વ્યારાના વિરપુર ગામનાં બસ સ્ટેશન નજીકમાં ખુલ્લી જગ્યામાં ઉંબરાનાં ઝાડ નીચે જાહેરમાં ગંજી પાનાનો જુગાર રમતા ચાર જુગારીઓ પોલીસ રેઇડમાં ઝડપાતા કાર્યવાહી કરવામાં આવી હતી.


મળતી માહિતી મુજબ,વ્યારા પોલીસ સ્ટાફના માણસો શુક્રવારનાં રોજ સાંજનાં સમયે ખાનગી વાહનમાં બેસી વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. તે સમયે બાતમી મળી હતી કે, વિરપુર ગામનાં બસ સ્ટેશન નજીકમાં ખુલ્લી જગ્યામાં ઉંબરાનાં ઝાડ નીચે જાહેરમાં કેટલાક પૈસા વતી તીન પત્તીનો ગંજી પાનાનો હાર જીતનો જુગાર રમે છે. જે બાતમીનાં આધારે પોલીસ બાતમીવાળી જગ્યા ઉપર પહોંચતા ત્યાં જાહેરમાં એક ઉંબરાનાં ઝાડ નીચે કેટલાક ઈસમો ગોળ કુંડાળું કરી પૈસાવતી ગંજી પાનાનો જુગાર રમતા ઈસમોને પોલીસે કોર્ડન કરી જે તે સ્થિતિમાં ચાર જણાને ઝડપી પાડી ગંજી પાનાથી પૈસાની હાર-જીતનો તીન પત્તીનો જુગાર રમતા દાવ ઉપરનાં રૂપિયા,જુગાર રમતા ઝડપાયેલ જુગારીઓનાં અંગ ઝડતીમાં મળી આવેલ રોકડ રૂપિયા અને ગંજી પાનાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારી ભુપેન્દ્રસિંહ ઝાલાની ફરિયાદના આધારે ઝડપાયેલ તમામ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.  

પોલીસ રેઈડમાં ઝડપાયેલ ચાર જુગારીઓનાં નામ...

1.કાંતિલાલ દશરથભાઈ ભીલ (રહે.ચાકળીયા ગામ, દાદરી ફળિયું, સોનગઢ)

2.અશ્વિન રણજીતભાઈ ભીલ (રહે.ચાકળીયા ગામ, દાદરી ફળિયું, સોનગઢ)

3.રમેશ દશરથભાઈ ભીલ (રહે.ચાકળીયા ગામ, દાદરી ફળિયું, સોનગઢ) 

4.વિનોદ ગબજીભાઈ ભીલ (રહે.ચાકળીયા ગામ, દાદરી ફળિયું, સોનગઢ)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application