નિઝરનાં સેલુ ગામે ખેતી બાબતે બે પક્ષનો કેસ પ્રાંત ઓફિસમાં ચાલી રહ્યો હતો જેમાં એક પક્ષના તરફેણમાં કેસ આવતા બંને પિતરાઈ ભાઈઓ એકબીજાની ઉશ્કેરણી કરતા હતા અને મામલો બગડતા બંને વચ્ચે મારામારી થઈ હતી તેમજ પાવડા વડે હુમલો કરવામાં આવ્યો હતો જેમાં બંને પિતરાઈ ભાઈઓને ઈજા પહોંચતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નિઝર તાલુકાનાં સેલુ ગામે રહેતા સુનિલભાઈ ભગવાનભાઈ પટેલનો તેમના કાકા ધનરાજભાઈ પટેલ સાથે ખેતી બાબતે નિઝર પ્રાંત ઓફિસમાં કેસ ચાલી રહ્યો હતો.
જોકે આ કેસ સાત-આઠ મહિના પહેલા કાકા ધનરાજભાઈ પટેલનાં તરફેણમાં આવ્યો હતો ત્યારબાદ કાકાનો પુત્ર અરવિંદભાઈ ધનરાજભાઈ પટેલએ સુનિલભાઈ પટેલને ઉશ્કેરણી કરતા હતા ત્યારે સુનિલભાઈ પટેલ પોતાના ખેતરથી પોતાના ઘરે આવી ઘરની સામે બાઈક ઉભી રાખતા હતા તે સમયે અરવિંદ પટેલ પોતાની બાઈક સુનિલની બાઈક નજીકથી પસાર થયો હતો ત્યારે સુનિલે તેણે કહેવા જતાં, અરવિંદ ખેતરની જુની અદાવત રાખી ગમે-તેમ ગાળો આપવાનો શરૂ કર્યું હતું અને પછી બંને પિતરાઈ ભાઈઓ વચ્ચે ઝઘડો થવા લાગ્યો અને આ ઝગડામાં એકબીજાને પાવડા વડે માર માર્યો હતો જેમાં બંને ભાઈઓને ઈજાઓ પહોંચતી હતી તેમજ બંને એકબીજાને ધ્યાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ઘટના અંગે નિઝર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application