રાજ્ય સરકાર સુશાસનના પાંચ વર્ષની ઉપલબ્ધી નિમિત્તે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઇશ્વરભાઇ પરમારની ઉપસ્થિતિમાં ટાઉનહોલ વ્યારા ખાતે “વિકાસ દિવસ” યોજાયો હતો. આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં રાજ્ય સરકારે અંતરિયાળ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે નક્કર પગલા લીધા છે. મુખ્યમંત્રીના પારદર્શક, પ્રગતિશીલ અને સંવેદનશીલ નિર્ણયોના પરિણામે ગુજરાતમાં ઉદાહરણીય વહીવટ પ્રસ્થાપિત થયો છે. ગુજરાત તમામ ક્ષેત્રે વિકાસની નવીન ઉંચાઇઓ સર કરીને વિકાસનો પર્યાય બની વિશ્વના નકશા પર અંકિત થઇ ગયું છે તેમ જણાવી ઉમેર્યું કે, કુદરતી આપત્તિઓમાં પણ લોકોની ખુમારી અને વિકાસ પ્રત્યેની લગનના લીધે રાજ્યની વિકાસ યાત્રામાં કોઇ બાધ આવી નથી.
મંત્રીએ જણાવ્યું કે, ગરીબો અને વંચિતોને પોતાના ઘરનું સ્વપ્ન સાકાર થાય તે માટે પ્રધાનમંત્રી આવાસ તથા મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ આવાસો બનાવી આપવામાં આવે છે. આગામી વર્ષ ૨૦૨૨ સુધીમાં સમગ્ર રાજ્યમાં આઠ લાખ જેટલા પરિવારોને આવરી લેવાનું સરકારે નક્કર આયોજન કર્યું છે. તાપી જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૧૭૭૦ લાભાર્થીઓને રૂ.૧૯.૩૮ કરોડની સહાય ચુકવાઇ છે. આગામી સમયમાં ૪૫૯૯ આવાસો બનાવવામાં આવશે. એમાંથી ૪૨૦૩ આવાસોને આજે મંજુરી આપી તેનું ખાતમૂહુર્ત પણ કરવામાં આવ્યું છે. તેમજ જિલ્લાના તમામ ગામોના પાકા રસ્તાઓથી જોડવા સહિત માળખાકિય સુવિધાઓ માટે ઉચ્છલ-નિઝર-કુકરમુંડા તાલુકામાં રૂ.૯.૩૮ કરોડના ખર્ચે ૧૮ કિમી તથા વ્યારા-સોનગઢ-ડોલવણ તાલુકામાં રૂ.૧૨.૭૦ કરોડના ખર્ચે ૩૬.૩૯ કિમીના માર્ગો બનાવવામાં આવનાર હોવાનું પણ જણાવ્યું હતું.
જિલ્લા પ્રમુખ સુરજભાઇ વસાવાએ જણાવ્યું કે, નરેન્દ્રભાઇ મોદી દેશના વડાપ્રધાન બન્યા પછી ગુજરાતની વિકાસ યાત્રા ઝડપથી આગળ વધી રહી છે. જનકલ્યાણની યોજનાઓ લોકો સુધી પહોચાડી ગાંધીજીની કલ્પનાના સમાજ સ્થાપન માટે આ સરકાર સતત પ્રયત્નશીલ છે. ગરીબ, વંચિત, શોષિત અને દલિતોની આ સરકાર ગામડાઓમાં શહેરી સમકક્ષ સુવિધાઓ ઉભી કરાવવા પ્રતિબધ્ધ છે.
આ પ્રસંગે કલેકટર એચ.કે.વઢવાણિયાએ જણાવ્યું હતું કે, વિકાસના ફળો લાભાર્થીઓ સરળતાથી લઇ શકે તે માટે સરકારે ઘણીબધી નીતિઓ અમલમાં મુકી છે. ધરતીનો છેડો ઘર કે જ્યાં શાંતિનો અહેસાસ થાય એવા અભિગમ સાથે તાપી જિલ્લામાં ૪,૨૦૩ લોકોને આવાસ માટે વહીવટી મંજૂરી મળી છે. એટલે કે ૯૧ ટકા કામગીરી પૂર્ણ થતા જિલ્લા ગ્રામ વિકાસની સમગ્ર ટીમને કલેકટરે અભિનંદન પાઠવ્યા હતા.
વધુમાં વિવિધ યોજનાકિય વિકાસના ફળો છેવાડાના માનવી સુધી ઝડપથી પહોચાડી જિલ્લાના સર્વાંગી વિકાસ માટે પ્રસાશન સુસજ્જ છે ત્યારે વહિવટી તંત્ર અને ચૂટાંયેલા પદાધિકારીઓ પરસ્પર સંકલન અને વ્યવહારૂ અભિગમ અપનાવી કામગીરી કરે તે ખુબ જરૂરી છે. તેમ પણ જણાવ્યું હ્તું.
જિલ્લા વિકાસ અધિકારી ડો.દિનેશકુમાર કાપડિયાએ જણાવ્યું હતુ કે, પ્રધાનમંત્રી આવાસ યોજના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરી ‘સૌને પોતાનું ઘર મળે’ તે માટે ૨૦૨૨ સુધીમાં એકપણ વ્યક્ત આવાસથી વંચિત ન રહી જાય તેની ચિંતા કરી છે. આવાસ યોજનાની ઝાંખી કરાવતા વધુમાં ડીડીઓ કાપડિયાએ કહયું હતું કે, આવાસ માટની આ યોજના સંપૂર્ણ પારદર્શિ છે. લાભાર્થીના બેંક એકાઉન્ટમાં DBT (ડાયરેક્ટ બેનીફિશરી ટ્રાન્સફર) માધ્યમથી નાણાં જમા થઇ જશે. ગયા વર્ષથી બાથરૂમ માટે પણ
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500