સોનગઢ તાલુકાનાં હીરાવાડી ગામે બુધવારની બપોરે ઇનોવા કારે રાહદારી બે મહિલાને રોડની સાઈડમાં વૃક્ષમાં ઘૂસી ગઈ હતી જે દરમિયાન સર્જાયેલ અકસ્માતમાં રાહદારી મહિલા એવી સ્થાનિક સરપંચની માતા સુરકીબેન ગામીત તથા કાર ચાલક રવિ મિશ્રાની પત્ની સંગીતાબેન અને 2 વર્ષીય પુત્રી મળી 3 જણાનાં ઘટના સ્થળે મોત નીપજ્યા હતા તથા ગંભીર રીતે ઘવાયેલ ચાલક રવિ મિશ્રાને બેભાન હાલતમાં સોનગઢ 108 એમ્બ્યુલન્સમાં તાત્કાલિક વ્યારા જનરલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.
જોકે તેનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. દરમિયાન 108 ટીમના ઇએમટી ભરત પરમાર અને પાયલોટ સંદિપ પાટીલે રવિ મિશ્રા પાસેના રોકડ રૂપિયા 2,59,920/-, સોનાની ચેન 1 નંગ, સોનાની વીંટી 1 નંગ તથા ઘડિયાળ તેમજ ડ્રાઇવિંગ લાઇસન્સ સહિત કુલ રૂપિયા 7,47,920/-ની કિંમતનો મુદ્દામાલ સાચવી રાખ્યો હતો અને મૃતકનાં પરિવારજનમાંથી આવેલ પ્રવેશ સામૈયાને સાચવેલી રોકડ સહિત તમામ કિંમતી ચીજવસ્તુઓ સુપરત કરી માનવતા મહેકાવી હતી જેની 108 એમ્બ્યુલન્સ ટીમના સુરત-તાપી જિલ્લાનાં પ્રોગ્રામ ઓફિસર મેનેજર સહિતે નોંધ લીધી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500