Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કુકરમુંડાના બાલાંબા ગ્રામ પંચાયતમાં ટપકતાં પાણીના લીધે ગ્રામજનોને સરકારી યોજના અંતર્ગત ઓનલાઇનના કામો માટે મુશ્કેલી

  • October 11, 2021 

કુકરમુંડા તાલુકાનાં બાલાંબા ગ્રામ પંચાયતના મકાનનું છત છેલ્લા બે-ત્રણ વર્ષથી વરસાદી માહોલમાં ટપકતાં પંચાયતના મકાનમાં આવેલ કોમ્પ્યુટર રૂમમાં કોમ્પ્યુટર અને બીએસએનએલના બોક્સ ઉપર પ્લાસ્ટિક પાથરવામાં આવેલ છે તેમજ તલાટી-ક્મ-મંત્રીના રૂમમાં પણ છત પરથી વરસાદી પાણી ટકતું હોવાથી જરૂરી દસ્તાવેજને ભારે નુકશાન થવાની શક્યતા છે જેથી ગ્રૂપ ગ્રામ પંચાયતમાં લોકોના કામો કરવા કમ્પ્યુટર ઓપરેટર તેમજ તલાટી-ક્મ-મંત્રીને હાલાકી પડી રહી છે અને વહીવટી તંત્રને આ બાબતે જાણ કરવા છતાં ગ્રૂપ ગ્રામ પંચાયતના મકાનનું છતની મરામત કે નવું મકાન બનાવામાં આવેલ નથી. જોકે, બાલંબા ગ્રૂપગ્રામ પંચાયત દ્વારા મકાન જર્જરીત હાલતમાં અને છત પરથી વરસાદી માહોલમાં વરસાદી પાણી ટકતું હોવા અંગે પંચાયત દ્વારા ઠરાવ કરીને તાલુકા કક્ષાએ આપવામાં આવી છે.

 

 

 

 

 

તેમ છતાં મકાનના છતનું મરામત કે નવું મકાન બનાવામાં આવેલ નથી જેથી વરસાદી માહોલમાં કમ્પ્યુટર રૂમમાં કમ્પ્યુટર ઉપર અને બીએસએનએલના બોક્સ પર પ્લાસ્ટિકનું કાગળ પાથરવા ઓપરેટર મજબુર બન્યા છે. પાણી ટપકતાં વરસાદી માહોલમાં કમ્પ્યુટર અને બીએસએનએલના બોક્સ ઉપર પ્લાસ્ટિક પાથરી મુકેલ હોવાથી તેમજ પાણી ટપકવાથી પંચાયતમાં સમાવેશ થતા ગામોના ગ્રામજનોના સરકારી યોજના અંતર્ગત ઓનલાઇનના કામો કરવા માટે કમ્પ્યુટર ઓપરેટરને ભારે હાલાકી પડી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application