વ્યારા તાલુકાનાં બામણામાળ નજીક ગામ પાસેથી પસાર થતો વ્યારા ઉનાઈ રોડ ઉપર ઝાડ સાથે બાઈક અથડાતા બાઈક ચાલકનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, બામણામાળ નજીક ગામમાં રહેતા ચંદુભાઈ રત્નાભાઈ કોટવાડિયા તેમણી પત્ની રસીલાબેન સાથે સાંજના સાડા સાત વાગ્યાના અરસામાં પોતાના કબ્જાની સી.ડી. ડીલક્ષ મોટરસાઈકલ નંબર જીજે/19/એલ/8241 ઉપર જેસીંગપુરા ગામ તરફ જઈ રહ્યા હતા. તે સમયે પુરઝડપે અને ગફલતભરી રીતે બાઈક હંકારી લાવી રોડ પર પડેલ એક ઝાડ સાથે બાઈક અથડાઈ જતા ચાલકને ગંભીર ઈજા થતા મોત નીપજ્યું હતું જયારે મહિલાને કોઈ ઈજા થયેલ ના હતી. બનાવમાં જાણવા મળેલ હતું કે, આ દંપતિ જન્મથી જ મૂંગા છે.
આ અકસ્માત અંગે અનિલાબેન ચૌધરીએ પોલીસને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. (મનિષા સુર્યવંશી દ્વારા વ્યારા)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500