Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Songadh : માંડળ ટોલનાકા પાસે ટ્રકમાંથી 12 ભેંસો સાથે ચાલક ઝડપાતા કાર્યવાહી કરાઈ

  • July 22, 2022 

સોનગઢ તાલુકાનાં માંડળ ગામનાં ટોલનાકા પાસેથી ગૌરક્ષકોએ બાતમીનાં આધારે ટ્રક અટકાવી તપાસ કરતા ટ્રક માંથી 12 ભેંસો મળી હતી. જોકે બનાવ અંગે સોનગઢ પોલીસને જાણ કરતાં પોલીસે સ્થળ પર પહોંચી ભેંસો ભરેલ ટ્રકનો કબ્જો સંભાળી ચાલકની ધરપકડ કરી હતી, જ્યારે ટ્રક ચાલકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.




સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, તાપી પોલીસ કન્ટ્રોલ રૂમ પર ગતરોજ રાત્રે જીવદયા અને ગૌરક્ષાના કાર્ય સાથે સંકળાયેલા યુવકોએ એક ટ્રકમાં ખીચોખીચ અને દયનીય સ્થિતિમાં પશુઓ ભરી મહારાષ્ટ્ર તરફ લઈ જવામાં આવતાં હોવાની બાતમી લખાવી હતી.




જે બાતમીનાં આધારે સોનગઢ વ્યારા હાઇવે પર આવેલા માંડળ ગામનાં ટોલનાકા પાસે ગૌરક્ષકો ઉભા હતા. ત્યારે રાત્રીનાં સમયે બાતમીવાળો ટ્રક નંબર GJ/24/V/5655 નજરે પડતાં ટ્રકને અટકાવી હતી. ત્યારબાદ તાપી કન્ટ્રોલ રૂમમાંથી સોનગઢ પોલીસ સ્ટાફને વરદી આપવામાં આવતા પોલીસ હાઇવે પર માંડળ ગામનાં ટોલનાકા પર પહોંચી ટ્રકનો કબ્જો સાંભળી લીધો હતો.




આમ, પોલીસ દ્વારા ટ્રકની તપાસ કરવામાં આવતાં ટ્રકમાં ખીચોખીચ સ્થિતિમાં ચારા કે પાણીની સગવડ વિના અને સક્ષમ અધિકારીની પરવાનગી વિના વહન કરવામાં આવતી પાંચથી સાત વર્ષની ઉંમર ધરાવતી 12 ભેંસ મળી હતી.




જોકે પોલીસે ઝડપાયેલા ટ્રક માંથી મળી આવેલ ચાલક નાજીમ ઇબ્રાહિમ પટેલની અટક કરી પૂછપરછ કરતાં ભેંસો કામરેજ ખાતે આવેલા તબેલામાંથી ભરવામાં આવી હતી અને મહારાષ્ટ્રનાં ધુલિયા લઈ જવાતી હતી.



તેમજ ટ્રક વાલોડ તાલુકાનાં જામણિયા રહેતાં સિકંદર આલિસરની માલિકીની હોવાનું જાણવા મળતાં તેને વોન્ટેડ જાહેર કરાયો હતો. સોનગઢ પોલીસે 12 ભેંસ જેની કિંમત રૂપિયા 2,40,000/- અને ટ્રક જેની કિંમતરૂપિયા 10 લાખ મળી કુલ રૂપિયા 12,40,000/-નો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application