વાલોડ ખાતે બારડોલી તરફથી ગામમાં હાઇસ્કૂલ તરફ આવવાના પ્રવેશ દ્વારથી વાલોડ એસટી કંટ્રોલ કેબીન સુધીનો માર્ગ પર ચોમાસા દરમિયાન પુષ્કળ પાણી ભરાઈ રહે છે અને આ વરસાદી પાણી માટે પાઈપ લાઈન તથા ગટર લાઈન હોવા છતાં આ વિસ્તાર નીચાણવાળો હોવાથી પાણીનો ભરાવો દર ચોમાસે રહેતો હોવાથી ડામરનો રોડ પાણીના કારણે લાંબું ટકતો નથી તેમજ તેને લીધે દર ચોમાસે ખાડા પડી જતા ચોમાસા બાદ આ માર્ગનું રીપેરીંગ કામ કરાવવું પડે છે અથવા નવો માર્ગ બનાવો પડે છે, જેથી સંબંધિત તંત્ર દ્વારા આ માર્ગ પર પુરાણ કરાવી આર.સી.સી.નો રોડ ઊંચાઈ પર બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application