Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વેલદા ગામ નજીક અજાણ્યા વાહન અડફેટે આવતાં બાઈક ચાલકનું મોત

  • June 25, 2021 

તાપી જિલ્લાનાં નિઝર તાલુકાનાં વેલદા ગામ તરફ, નિઝર-ઉચ્છલ રોડ ઉપરથી એક અજાણ્યા વાહન ચાલકે બાઈક સવારને અડફેટે લેતા બાઈક ચાલકનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી.

 

 

 

 

મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્રનાં નંદુરબાર જિલ્લાનાં સેંજવા ગામનાં બોરડીપાડા ખાતે રહેતા ફુલસીંગભાઈ ગોરિયાભાઈ વળવીનો દિકરો રાહુલ જે તારીખ 23 જુનના રોજ સાંજના સમયે મિત્રની હોન્ડા સાઈન મોટરસાઈકલ નંબર જીજે/05/જીએલ/1456 લઈને નિઝર તાલુકાનાં વેલદા ગામ તરફ જવા નીકળ્યો હતે.

 

 

 

 

તે દરમિયાન નિઝર–ઉચ્છલ રોડ ઉપર વેલદા ગામની હદમાં આવેલ ડો.જયેશભાઈ પાટીલના ઘરના સામે કોઈ અજાણ્યા વાહને તેના બાઈકને અડફેટે લઈ ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં રોડ ઉપર નીચે પટકાયેલા રાહુલને માથા તથા ચહેરાના ભાગે ગંભીર ઈજા થવાથી ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવ અંગે ફુલસીંગભાઈએ નિઝર પોલીસ મથકે અજાણ્યા વાહન ચાલક વિરુદ્દ્ધ ફરિયાદ કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application