Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાનાં આરએસએસ કાર્યલય પર કોરોના રસીકરણ કાર્યક્રમ યોજાયો

  • April 03, 2021 

કોરોનાની મહામારી ચાલી રહી છે, ત્યારે સરકાર દ્વારા કોરોનાને નાથવા દેશ ભરમાં કોરોના રસીનો ડોઝ આપવાની કામગીરી ચાલી રહીં છે. દરમિયાન વ્યારા ખાતે શ્રીનાથજી સોસાયટીમાં આવેલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં કાર્યાલયમાં પણ વ્યારા આરોગ્ય વિભાગનાં સહયોગથી રસીકરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

 

 

 

 

આરએસએસના જીલ્લા કાર્યવાહ ચંદનસિહ ગોહિલ પણ ઉપસ્થિત રહી રસીકરણનો લાભ લીધો હતો. વ્યારા મામલતદાર બી.બી.ભાવસાર, તાલુકા આરોગ્ય અધિકારી ડો.મયંકભાઈ ચૌધરી, વ્યારા સંચાલક મહાવીરભાઈ જૈન, જીલ્લા પર્યાવરણ પ્રમુખ ઘનશ્યામભાઈ સોની અને જીલ્લાં ગૌસેવા પ્રમુખ રવિભાઈ શિંદેએ મુલાકાત લીધી હતી. માજી નગરપાલિકાના પ્રમુખ દિપાલીબેન પાટીલ, ધર્મિષ્ઠાબેન પંચાલ, તથા નગરપાલિકાના ઉપપ્રમુખ સુધિરભાઈ ચૌહાણ સહિત નગરજનો, વડિલ, વૃદ્ધોએ રસીકરણનો લાભ લીધો હતો.

 

 

 

 

વ્યારા અર્બન હેલ્થ સેન્ટરમાંથી સ્ટાફ નર્સ બહેનો જાગૃતિબહેન સી.ગામીત તથા સ્નેહલબેન મકવાણાએ સેવા આપી કુલ 70 જેટલાં લોકોએ રસીકરણનો લાભ લીધો હતો. સંપૂર્ણ કાર્યક્રમ દરમિયાન વ્યારા નગર કાર્યવાહ વકિલ જીજ્ઞેશભાઈ પાટીલ, જીલ્લા પ્રચારક સુરેશભાઇ બારોટ, સંધ કાર્યલય પ્રમુખ એવા તાલુકા પર્યાવરણ વિભાગના જયેશભાઇ ચૌધરી, જિલ્લાં એબીવીપી સંયોજક વિશાલભાઈ પટેલ આયોજનમાં રહી સેવા આપી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application