Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

5મી અને 6ઠ્ઠી એપ્રિલે વ્યારા નગરપાલીકાના વેપારીઓ તથા દુકાનદારો માટે કોરોના રસીકરણ કેમ્પનું આયોજન

  • April 04, 2021 

ગુજરાત સરકારની ગાઈડલાઇન પ્રમાણે વ્યારા નગરપાલિકા વિસ્તારના દરેક વેપારી સુપર સ્પ્રેડરની કેટેગરીમાં આવતા હોય, સૌ વેપારી મિત્રો, તેઓના ઘરના તમામ વ્યક્તિ તેમજ સ્ટાફને કોરોનાની વેકશીન મુકાવવી જરૂરી છે. તેથી તાપી જિલ્લાના વ્યરા નગરપાલિકાના જન૨લ સ્ટોર, શાકભાજી, પાન, મોબાઈલ, મીઠાઇ,કાપડ, હાર્ડવેર તેમજ અન્ય તમામ દુકાનદારો માટે કોરોના રસીકરણ કેમ્પનું આયોજન જિલ્લા વહિવટી તંત્ર વ્યારા મામલતદાર બી.બી.ભાવસાર દ્વારા કરવામાં આવ્યું છે.

 

 

 

 

આ કેમ્પ તારીખ.૦૫-૦૪-૨૦૨૧ સોમવાર તથા તા.૦૬-૦૪-૨૦૨૧ મંગળવારના રોજ જૈન આરાધના ભુવન, સુરત-ભરૂચ ગ્રામીણ બેંક ની નીચે સુરતી બજાર,વ્યારા, તાપી ખાતે સવારે ૧૦.૦૦ થી ૦૪.૦૦ વાગ્યા સુધી યોજાશે. રસી મુકાવનારે પોતાના આધારકાર્ડની કોપી સાથે લાવવાની રહેશે.

 

 

 

 

આ અંગે વધુ જાણકારી માટે ભાવેશ શાહ-૯૯૦૯૨૦૭૨૭૨, મૃગેશ દેસાઇ-૯૮૨૫૦૩૨૨૮૩, જિગ્નેશ શાહ-૯૮૭૯૨૩૦૭૨૩નો સંપર્ક સાધવા જણાવવામાં આવ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application