કોરોના વૈશ્વિક મહામારીને ધ્યાને લેતા તાપી જિલ્લાની સરકારી જનરલ હોસ્પિટલ વ્યારા અને કાલિદાસ હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓ માટે મઝદા ઇન્ડસ્ટ્રીયલ ગેસીસ દ્વારા કોઈપણ જાતના વધારાના નફા વિના મૂળ પડતર કિંમતે પ્રતિ બોટલના રૂપિયા 400ના દરે ઓક્સિજન ગેસ પુરો પાડવામાં આવશે.
તાપી જિલ્લાની જાહેર જનતાના લાભાર્થે હાલની પરિસ્થિતિને ધ્યાને લઇ સેવા માટે પ્રેરક પહેલ કરનાર મઝદા ઈન્ડસ્ટ્રીઝનો તાપી કલેકટરએ આભાર વ્યક્ત કર્યો હતો સાથે સાથે કોરોના જેવી મહામારીના મુશ્કેલ સમયમાં દર્દીનારાયણની સેવા માટે વધુમાં વધુ લોકો આગળ આવે અને છેવાડાના માનવી સુધી આપણે લોકોને ઉપયોગી બનીએ એવી અપેક્ષા પણ કલેકટર હાલાણીએ વ્યક્ત કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application