Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી : સરકારી કુમાર અને કન્યા છાત્રાલયોમાં રહી વિધાર્થીઓ પોતાનો અભ્યાસ કરી શકશે

  • January 18, 2021 

તા.૧૬–૧૮મી જાન્યુઆરી ૨૦૨૧ થી યુજી કક્ષાએ B.A સેમ-૩ B.Com સેમ-૩ અને BA સેમ-૫ અને Bcom સેમ -૫ અને પી.જી કક્ષા એ સેમ -૩ની તાપી જિલ્લાની કોલેજોમાં  VNSGU યુનિવર્સિટીની પરીક્ષા શરુ થઈ રહી છે. તે બાબતે Nsui વતી પ્રમુખ અવિનાશ જાદવ દ્ધારા તાપી જિલ્લાની કુમાર અને કન્યા છાત્રાલયો શરુ કરવા કલેક્ટરશ્રી ને રજૂઆત કરવામાં આવી હતી. જેના અનુંસધાને તા.૧૭/૧/૨૧ ના રોજ કોવિડ-૧૯ ગાઈડ લાઈનનું પાલન કરીને કલેક્ટરશ્રી આર.જે.હાલાણી અને મદદનીશ કમીશનર શ્રી આદીજાતી વિકાસ કચેરી તાપીના સંવેદનશીલ પ્રયત્નોથી તાપી જિલ્લાની સરકારી અને તકેદારી અંતર્ગત કુમાર અને કન્યા છાત્રાલય શરૂ કરવાનો આદેશ આપ્યો હતો. તેમજ તાપી જિલ્લાના આદિવાસી વિદ્યાર્થીઓના હિતમાં છાત્રાલય શરૂ કરવાનો  નિર્ણય લેવામાં આવ્યો છે.

 

 

 

જેથી તાપી જિલ્લાના ધોરણ-૧૦ અને ૧૨ તેમજ કોલેજમા અભ્યાસ કરતા આદિવાસી વિદ્યાર્થીઓ વ્યારા,સોનગઢ,વાલોડ,ઉચ્છલ,નિઝર ખાતે આવેલ સરકારી કુમાર/કન્યા છાત્રાલયોમાં રહી પોતાનો અભ્યાસ સારી રીતે કરી શકશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application