મનિષા સુર્યવંશી/વ્યારા : ડોલવણ તાલુકાનાં કુંભીયા ગામે એક મહિલા દારૂનું વેચાણ કરતી હોવાની બાતમી મળતા પોલીસે સ્થળ ઉપર જઈ રેડ કરતા ઘરમાંથી દારૂની બોટલો મળી આવી હતી. મળતી માહિતી મુજબ, ડોલવણ પોલીસ સ્ટાફનાં માણસો રવિવારનાં રોજ બપોરે ખાનગી વાહનમાં બેસી ડોલવણ ટાઉન બીટ વિસ્તારમાં પ્રોહી. તથા જુગાર અંગેની રેડમાં નીકળેલ હતા.
તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, ડોલવણનાં કુંભીયા ગામનાં બાલમંદિર ફળિયામાં રહેતી એક મહિલા બકુલાબેન અલ્પેશભાઈ ચૌધરી પોતાના ઘરે ચોરી છુપીથી ઈંગ્લીશ દારૂનું ગેરકાયદેસર વેચાણ કરે છે. જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસો જગ્યાએ પર જઈ રેડ કરતા ત્યાં આગળ કોઈ હાજર મળી આવેલ ન હતું.
જોકે પોલીસે ઘરની પાછળ પજારીનાં ભાગે તપાસ કરતા એક પ્લાસ્ટિકની થેલીમાંથી ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂની બોટલો મળી આવી હતી. બનાવ અંગે પોલીસે મહિલા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500